તનૈરાએ ‘ઇનાયા’  મોર્ડન સાડી કલેક્શન રજૂ કર્યું

રૂ. 3,499થી શરૂ થતી હળવા વજનની સાડીઓની આકર્ષક શ્રેણી

28 મે 2026: ટાટાની પ્રોડક્ટ ‘તનૈરા’ એ ‘ઇનાયા’ નામનું એક મોર્ડન સાડી કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શન એવી આધુનિક ભારતીય મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ સહજ, વૈવિધ્યસભર અને ઉત્સવના વાતાવરણને અનુરૂપ ભવ્યતા ઈચ્છે છે. રૂ. 3,499ની પ્રારંભિક કિંમત સાથે, આ કલેક્શન ખાસ પ્રસંગોની ફેશનમાં પ્રવેશવા માટે એક આકર્ષક તક પૂરી પાડે છે.

આ લોન્ચિંગ પ્રસંગે બોલતા તનૈરાના CSMO સોમપ્રભ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “પ્રસંગોપાત પહેરાતા વસ્ત્રો અમારા બ્રાન્ડનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે, જે અમારા કુલ વેચાણમાં અંદાજે 60થી 70 ટકાનો ફાળો આપે છે. આજે, મહિલાઓ ઉત્સવોના પોશાકને વધુ અભિવ્યક્ત અને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ ઈચ્છે છે કે દરેક ઉજવણી તેમના વ્યક્તિત્વના એક અલગ પાસાને પ્રતિબિંબિત કરે. ‘નેવર લુક ધ સેમ’ (ક્યારેય એક સરખા ન દેખાઓ) ના વિચાર પર આધારિત ‘ઇનાયા’ ને આ બદલાતી માનસિકતાને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં એવી સમકાલીન સાડીઓ છે જે વૈવિધ્યસભર, અભિવ્યક્ત અને સહજ રીતે ભવ્ય લાગે છે. આ આકર્ષક રેન્જ દ્વારા અમે એવા પ્રસંગોપાત પહેરાતા વસ્ત્રો બનાવવા માંગતા હતા જે મહિલાઓને તેમની સેલિબ્રેશન સ્ટાઈલ સાથે પ્રયોગ કરવાની અને દરેક પળને આત્મવિશ્વાસ તથા સ્વનિર્ભર અભિવ્યક્તિની નવી ભાવના સાથે માણવાની તક આપે.”

આ ઉનાળાની લગ્નની સિઝનમાં તનૈરાના ઓકેઝન વેર પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા ‘ધ વેલી ઓફ ફ્લાવર્સ’ અને ‘રાસ’ કલેક્શન્સ છે, જેમાં કલા, સંસ્કૃતિ અને સમકાલીન ડિઝાઇન પર આધારિત ઉત્સવોના પોશાકની આગવી શૈલી જોવા મળે છે. ‘ધ વેલી ઓફ ફ્લાવર્સ’ કલેક્શન ખીલેલા પર્વતીય લેન્ડસ્કેપ્સ અને જટિલ ફ્લોરલ આર્ટવર્કમાંથી પ્રેરણા લે છે, જે રોમાંસ, રંગ અને તેજને લગ્ન અને ઉત્સવોની ઉજવણી માટે બનાવેલી ભવ્ય સાડીઓમાં પરિવર્તિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)