અમદાવાદઃ નિફ્ટીએ 17700 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. ગુરુવારે સ્થિર શરૂઆત પછી 17784 પોઇન્ટનું ટોપ બનાવી છેલ્લે 81 પોઇન્ટના સુધારા સાથે 17737 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝિટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. વિવિધ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી છે.

નિફ્ટીમાં રેન્જ સાંકડી રહી છે. સાથે સાથે ટેકનિકલી જોઇએ તો મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મિડિયમ ટર્મ માટે પોઝિટિવ સાઇન ધરાવે છે. શુક્રવારે વોલેટિલિટી સાંકડી રહેવા સાથે નિફ્ટી નીચામાં 17575 પોઇન્ટનું લેવલ જાળવે તે સુધારાની આગેકૂચ માટે અત્યંત જરૂરી છે. ઉપરમાં 17920- 17990 18095ના લેવલ્સ જોવા મળે તો લેણ જાળવી રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 41148- 40997, RESISTANCE 41481- 41663

બેન્ક નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે હાઇ લેવલથી સુધારો ધોવાયો છતાં આગલાં બંધની સરખામણીમાં 177 પોઇન્ટના સુધારા સાથે 41299 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું છે. ટેકનિકલી જોઇએ તો માર્કેટ રેન્જ સંકડાયેલી રહેવા સાથે 40100નું લેવલ અને ત્યારબાદ 39850નું લેવલ મહત્વનું સપોર્ટ લેવલ બની શકે. ઉપરમાં 41481 અને 41663 મહત્વના રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17737BANK NIFTY41299IN FOCUS
S-117666S-141148HEROMOTO
S-217596S-240997ASHOK LEY
R-117796R-141481HEVELLS
R-217855R-241663OBEROIRLTY
MARKET LENS BY RELIANCE SECURITIES

MARKET LENS BY RELIANCE SECURITIES

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)