360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 5 જૂન: 360 વન મ્યુચ્યુઅલ ફંડે તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) સેગમેન્ટ DynaSIF હેઠળ DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી એસઆઈએફ સ્ટ્રેટેજી છે, જેનો હેતુ મુખ્યત્વે મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રહેલી માળખાગત, ચક્રીય અને ટેક્ટિકલ રોકાણ તકોનો લાભ લઈને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. આ ફંડ લાર્જ-કેપ સિવાયના શેર્સમાં ડેરિવેટિવ્સ મારફતે મર્યાદિત પ્રમાણમાં શોર્ટ એક્સપોઝર લેવાની ફ્લેક્સિબિલટી પણ આપે છે. આ ફંડનો એનએફઓ 5 જૂન, 2026ના રોજ ખુલશે અને 19 જૂન, 2026ના રોજ બંધ થશે.

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના એક્ટિવ મેનેજમેન્ટ દ્વારા લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે, જેમાં પોર્ટફોલિયોની કમસે કમ 65 ટકા રકમ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓની બહાર રહેલી કંપનીઓમાં ફાળવવામાં આવશે. બજારમાં નબળા તબક્કા દરમિયાન નુકસાનનું પ્રમાણ ઘટાડવા માટે ફંડ તેના ઇક્વિટી રોકાણ સામે ડેરિવેટિવ્સ દ્વારા વ્યૂહાત્મક હેજિંગ પણ કરશે.

આ રોકાણ વ્યૂહરચના વિવિધ લેયરના અને પરિસ્થિતિ અનુસાર ગતિશીલ અભિગમને અનુસરે છે. તેના કુલ રોકાણમાંથી 65 ટકાથી 100 ટકા હિસ્સો ટોચની 100 કંપનીઓની યાદીની બહાર રહેલી મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓના શેરો તેમજ REITsમાં રોકવામાં આવશે. વેલ્યુએશન આકર્ષક હોય ત્યારે વધુમાં વધુ 35 ટકા સુધીનું રોકાણ લાર્જ-કેપ શેરોમાં કરી શકાશે. જ્યારે સંરક્ષણાત્મક અભિગમ અપનાવવા માટે વધુમાં વધુ 25 ટકા રકમ T-Bills, મની માર્કેટ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ જેવા ડેટ સાધનોમાં રોકી શકાશે.

આ રોકાણ વ્યૂહરચનામાં મીડ-કેપ અને સ્મોલ-કેપ શેરોના ડેરિવેટિવ્સ દ્વારા વધુમાં વધુ 25 ટકા સુધી અનહેજ્ડ શોર્ટ પોઝિશન લેવાની ક્ષમતા પણ છે. તેનો હેતુ નબળું પ્રદર્શન કરતી કંપનીઓમાંથી વળતર મેળવવાનો છે. ઉપરાંત, વધુમાં વધુ 20 ટકા રોકાણ InvITsમાં પણ કરી શકાશે, જેના દ્વારા રિયલ એસેટ્સથી વૈકલ્પિક આવકના સ્ત્રોતમાં એક્સપોઝર મળશે.

360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સીઈઓ રાઘવ આયંગરે જણાવ્યું હતું કે, “ભારતનું મીડ-કેપ અને સ્મોલ-કેપ સેક્ટર હાલમાં વિશ્વના સૌથી આકર્ષક રોકાણ ક્ષેત્રોમાંનું એક છે. તે વિશાળ, વૈવિધ્યસભર અને લાંબા ગાળાના વિકાસના મજબૂત પરિબળો દ્વારા સમર્થિત છે. પરંતુ આ ક્ષેત્રમાં સફળતા માટે માત્ર વિશ્વાસ જ નહીં, શિસ્ત પણ એટલી જ જરૂરી છે. DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ એવા રોકાણકારો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ આ તકોમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા માંગે છે અને સાથે સાથે બજારના વિવિધ ચક્રોમાં રિસ્કને અસરકારક રીતે મેનેજ પણ કરવા ઇચ્છે છે. 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડમાં અમારી હંમેશાં એવી પ્રતિબદ્ધતા રહી છે કે રોકાણકારોને માત્ર ઇનોવેટિવ જ નહીં, પરંતુ બજારની વાસ્તવિક કામગીરીને અનુરૂપ હોય તેવું પણ રોકાણ માળખું આપવામાં આવે.”

360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સહ-સ્થાપક અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અનુપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ટોચની 100 કંપનીઓની યાદીની બહાર રહેલી કંપનીઓમાં એક્ટિવ ફંડ મેનેજમેન્ટ માટે વધુ તકો ઉપલબ્ધ હોય છે અને તે લોંગ તેમજ શોર્ટ બંને પ્રકારની પોઝિશનમાંથી લાભ મેળવવાની સંભાવના ઊભી કરે છે. કોઈ કંપની ઝડપથી નફામાં વૃદ્ધિ કરી રહી હોય છતાં તેના શેરનું મૂલ્ય ઓછું હોઈ શકે છે. બીજી તરફ, પોતાની સ્પર્ધાત્મક શક્તિ ગુમાવી રહેલી કંપનીનું મૂલ્યાંકન વધુ હોઈ શકે છે. આ ફંડ બંને પ્રકારની તકો શોધવા માટે બનાવવામાં આવ્યું છે. લોંગ પોઝિશન દ્વારા વિકાસ કરી રહેલી કંપનીઓનો લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, જ્યારે શોર્ટ પોઝિશન દ્વારા નબળું પ્રદર્શન કરતી કંપનીઓમાંથી સંભવિત લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બંને અભિગમ એક કરીને પોર્ટફોલિયોનું જોખમની સરખામણીમાં વધુ સારું વળતર મેળવવાનો હેતુ છે.”

ફંડની મુખ્ય વિગતો

ફંડનો પ્રકાર: ઓપન-એન્ડેડ રોકાણ વ્યૂહરચના, જે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે તથા લાર્જ-કેપ સિવાયના શેર્સ સિવાયના શેર્સમાં ડેરિવેટિવ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે મર્યાદિત શોર્ટ એક્સપોઝર પણ ધરાવે છે.

એનએફઓનો સમયગાળોઃ 5 જૂન, 2026 થી 19 જૂન, 2026

રોકાણની લઘુતમ રકમઃ રૂ. 10,00,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં (એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ માટે રૂ. 1,00,000).

એક્ઝિટ લોડઃ જો એલોટમેન્ટની તારીખના ત્રણ મહિનામાં રીડિમ કરવામાં આવે તો 0.5 ટકા. ત્યારબાદ શૂન્ય.

બેન્ચમાર્કઃ બીએસઈ 500 ટીઆરઆઈ

લઘુતમ વધારાની ખરીદીઃ રૂ. 20,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)