માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ GIFTએ ગ્લોબલ ઇક્વિટીઝ ફંડ NFO લૉંચ કર્યો

ભારતીય રહેવાસીઓને ગિફ્ટ સિટીના IFSC માળખા મારફતે 5,000 અમેરિકન ડોલરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત વૈશ્વિક વ્યવસાયોમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડી
નવી દિલ્હી, 5 જૂનઃ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA) દ્વારા નિયમન થતી માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ-GIFT IFSCએ આજે માર્સેલસ ગ્લોબલ ઇક્વિટીઝ ફંડ લૉંચ કરવાની જાહેરાત કરી હતી. આ એક રિટેલ સ્કીમ છે, જેને ભારતીય રોકાણકારોને દુનિયાભરની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક તકો સુધી સીધી પહોંચ આપવા માટે બનાવવામાં આવી છે. આ ન્યૂ ફંડ ઑફર (NFO) 8 જૂન, 2026ના રોજ ખુલશે અને 19 જૂન, 2026ના રોજ બંધ થશે.
આ ફંડ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત આંતરરાષ્ટ્રીય કમ્પાઉન્ડર્સમાં રોકાણ કરશે, જેનું લક્ષ્ય ચાર મલ્ટિ-ટ્રિલિયન-ડોલર માળખાગત મેગાટ્રેન્ડ છે : સંરક્ષણ અને એરોસ્પેસ, વીજ ઉત્પાદન, AI-સંબંધિત મૂડીગત ખર્ચ અને લક્ઝરી ચીજવસ્તુઓનો ઉપભોગ.
IFSCA નિયમનો અંતર્ગત એક રિટેલ સ્કીમ તરીકે વર્ગીકૃત આ ફંડમાં લઘુતમ 5,000 અમેરિકન ડોલર (USD)નું રોકાણ કરવાની જરૂર છે, જેમાં 2,000 USDના ટોપ-અપની સુવિધા સામેલ છે. ફંડ દર વર્ષે કુલ ખર્ચનો રેશિયો 2 ટકા અને 24 મહિના અગાઉ રિડેમ્પ્શન માટે 2 ટકાનો એક્ઝિટ લોડ ધરાવે છે. તેમાં કોઈ લોક-ઇન ગાળો નથી. NAVની જાહેરાત રોજિંદા ધોરણે થાય છે કરવેરાની ચુકવણી ફંડ સ્તરે થાય છે, જેથી રોકાણકારને કરવેરાના વધારાના નીતિનિયમોનું પાલન કરવાની જરૂર રહેતી નથી, બે વર્ષ પછી લૉંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્ષ 12.5 ટકા લાગે છે અને બે વર્ષ અગાઉ ફંડના માર્જિનલ દર પર શૉર્ટ-ટર્મ ગેઇન ટેક્ષ લાગે છે. ફંડ વિદેશી ચલણમાં રોકાણને રિડીમ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. તેમાં રોકાણ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ છે, જે માટે ફક્ત PAN અને આધારની વિગતોની જરૂર છે. વળી, રોકાણકારોને GIFT સિટીમાં અલગ બેંક એકાઉન્ટ જાળવવાની જરૂર નથી.
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપક સૌરભ મુખર્જીયાએકહ્યું હતું કે, “મોટા ભાગના ભારતીય રોકાણકારોએ તેમની સંપત્તિનું સર્જન સંપૂર્ણપણે રૂપિયામાં મૂલ્ય ધરાવતી એસેટમાં કર્યું છે.”
માર્સેલસ ગ્રૂપના ગ્લોબલ ઇક્વિટીઝના હેડ અરિન્દમ મંડલેકહ્યું હતું કે, “હાલ વૈશ્વિક ઇક્વિટીઝમાં રોકાણની તકો અસાધારણ છે. આપણે ચાર શક્તિશાળી મલ્ટિ-ટ્રિલિયન-ડોલર મેગાટ્રેન્ડના વળાંક પર છીએ – સંરક્ષણ અને એરોસ્પેસના ખર્ચમાં ફરી વધારો, AI-સંચાલિત વીજળી અને ડેટાની માળખાગત સુવિધામાં વધારો તથા આઇકોનિક લક્ઝરી બ્રાન્ડનો હમેશાં રહેનારો પ્રાઇસિંગ પાવર.”
વૈશ્વિક વિવિધતા માટેના કિસ્સાને લાંબા ગાળાના ડેટાનો મજબૂત આધાર પ્રાપ્ત છે. ભારત ઉપરાંત એકમાત્ર અમેરિકા જ એવો દેશ છે, જેણે 10, 20 અને 30 વર્ષના સમયગાળામાં સતત ડબલ ડિજિટમાં ડૉલર રિટર્ન આપ્યું છે. અમેરિકા અને ભારતના ઇક્વિટીનો વાર્ષિક ધોરણે પુનઃસંતુલિત થતા 50:50 પોર્ટફોલિયોએ કોઈ પણ એક બજારની સરખામણીમાં લગભગ 32 ટકા ઓછા જોખમ સાથે શ્રેષ્ઠ સંપૂર્ણ વળતર આપ્યું છે, જે આ ફંડનો પોર્ટફોલિયો બનાવવા પાછળ તર્કને મજબૂત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
