AU SMALL FINANACE BANK અને મારૂતિ સુઝુકીની ભાગીદારીથી ‘સુહાના સફર’ની શરૂઆત

મુંબઈ, 4 જુલાઈ: AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB), જેને એક દાયકાના સમયગાળામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પ્રથમ બેંકોમાં સ્થાન મળ્યું છે, તેણે મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગમાં પ્રથમ વખત “સુહાના સફર” નામની વિશેષ સ્કીમ શરૂ કરવામાં આવી છે. રિકરિંગ ડિપોઝીટ આધારિત આ ઓટો લોન સ્કીમ પ્રથમ વખત કાર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે અલ્ટો કે10, એસ-પ્રેસો, સેલેરિયો અને વેગનઆર જેવા લોકપ્રિય મોડલ ખરીદવાનું વધુ સરળ બનાવશે.
સુહાના સફર સ્કીમ પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકો સામે આવતી સૌથી સામાન્ય મુશ્કેલીનો ઉકેલ લાવે છે. સામાન્ય રીતે ડાઉન પેમેન્ટની રકમ એકત્ર કરવી અને પૂરતી નાણાંકીય તૈયારી વગર દર મહિને ઇએમઆઈ ભરવાની જવાબદારી સ્વીકારવી ઘણા લોકો માટે પડકારરૂપ હોય છે.
આ સ્કીમ ગ્રાહક અને બેંક બંને માટે લાભદાયી છે. કારણ કે તે બેંકને ગ્રાહકની ધિરાણપાત્રતાનું મૂલ્યાંકન બે તબક્કામાં કરવાની તક આપે છે. પ્રથમ વખત સ્કીમ સાથે જોડાતી વખતે અને ત્યારબાદ લોનની રકમ ચૂકવતા પહેલાં.
હાલમાં, એયુ એસએફબી તેની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ્સ પર સામાન્ય ગ્રાહકો માટે વાર્ષિક 4.75 ટકાથી 7.40 ટકા સુધી અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 5.25 ટકાથી 7.90 ટકા સુધીનું વ્યાજ આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
