લેસર પાવર એન્ડ ઇન્ફ્રાનો IPO 9 જુલાઈએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 203-214

| આઇપીઓ ખૂલશે | તા. 9 જુલાઇ |
| આઇપીઓ બંધ થશે | 13 જુલાઇ |
| એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 8 જુલાઇ |
| ફેસ વેલ્યૂ | રૂ.5 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 203- 214 |
| લોટ સાઇઝ | 70 શેર્સ |
અમદાવાદ, 8 જુલાઈઃ લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ગુરૂવાર, 9 જુલાઈ, 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 8 જુલાઈ, 2026ના રોજ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 13 જુલાઈ, 2026 છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 203થી રૂ. 214 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કમસે કમ 70 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 70 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. આઈપીઓમાં રૂ. 5,420 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 2,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
વેચાણ માટેની ઓફરમાં દીપક ગોયલ દ્વારા રૂ. 1,125.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ, રાખી ગોયલ દ્વારા રૂ. 250.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ અને દેવેશ ગોયલ (collectively “Promoter Selling Shareholders”) દ્વારા રૂ. 625.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
1988માં સ્થાપિત, લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, કોલકાતા સ્થિત પાવર કેબલ્સ, કંડક્ટર અને અન્ય વિશિષ્ટ ઉત્પાદનો અને ઘટકોનું ભારતમાં પાવર ટ્રાન્સમિશન અને વિતરણ ઉદ્યોગ માટે સંકલિત ઉત્પાદક છે. કંપનીએ ગ્રામીણ વીજળીકરણ પ્રોજેક્ટ્સ, પાવર વિતરણ માળખાગત વિકાસ અને સબસ્ટેશનની સ્થાપના, અન્ય ટર્નકી સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાવર વિતરણ ક્ષેત્રમાં એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (“EPC”) સેગમેન્ટમાં પ્રવેશ કરીને તેમના વ્યવસાયનો વ્યૂહાત્મક રીતે વિસ્તાર કર્યો. કંપની પશ્ચિમ બંગાળ, ભારતમાં સ્થિત ત્રણ ઉત્પાદન એકમો ચલાવે છે, જેની સંયુક્ત સ્થાપિત ક્ષમતા 85.448 મેટ્રિક ટન છે. કંપની પાસે ₹32434 મિલિયનની ઓર્ડર બુક છે. ભારતના 26 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ અને મધ્યપ્રદેશ અને 10 દેશોનો સમાવેશ થાય છે.
સ્પર્ધાત્મક શક્તિઓ:
| પૂર્વ ભારતમાં પાવર કેબલ અને કંડક્ટર માટે ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં અગ્રણી ખેલાડીઓમાંની એક છે. | જટિલ EPC પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક ચલાવવા અને હેન્ડલ કરવાનો ટ્રેક રેકોર્ડ અને મજબૂત અમલીકરણ ક્ષમતાઓ ધરાવે છે |
| વ્યૂહાત્મક રીતે સ્થિત ઉત્પાદન એકમો દ્વારા મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ ધરાવે છે | આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ |
લિસ્ટિંગઃ કંપનીના ઇક્વિટી શેર્સ BSE અને NSE પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
લીડ મેનેજર્સઃ આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
