અદાણી પાવર: Q1 કર બાદનો નફો ૩૬% વધી  રૂ. ૪,૮૬૭ કરોડ

અમદાવાદ, ૨3 જુલાઈ: થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કરાયા છે. અહેવાલના સમયમાં, ભારતમાં ઉનાળાની ગરમી સામાન્ય કરતાં વધુ પડી હોવાના કારણે મે ૨૦૨૬ માં વીજળીની માંગ ૨૭૦.૮ ગિગાવોટના વિક્રમી સ્તરે પહોંચી હતી., તેના કારણે આ ગાળા દરમિયાન ઊર્જા વપરાશ વાર્ષિક ધોરણે ૮.૪% વધીને ૪૮૫.૪ બિલિયન યુનિટ થયો હતો.. અહેવાલના સમય દરમિયાન, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પર ડે-અહેડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે ૧૫.૭% વધીને રૂ. ૫.૧/યુનિટ થઇ છે.. રીઅલ-ટાઇમ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ પણ વાર્ષિક ધોરણે ૧૩.૮% વધીને પ્રતિ યુનિટ રૂ. ૪.૫/યુનિટ થઇ છે.

        બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન ઉર્જા બ્રાન્ડ્સમાં પ્રથમ સ્થાને રહેલી અદાણી પાવર એકંદરે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં ૮મું સ્થાન મેળવ્યું છે. વાર્ષિક ધોરણે આ ગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફામાં ૪૭%ની  વૃદ્ધિ થઇ છે.  કર બાદનો નફો વાર્ષિક ધોરણે ૩૬% વધી  રૂ. ૪,૮૬૭ કરોડ નોંધાયો છે. તથા વાર્ષિક ધોરણે એબિડટા રૂ. 8,369 કરોડ હાંસલ થયો છે. (વાર્ષિક ધોરણે સતત એબિડટા  રૂ. ૬,૯૮૩ કરોડ) સમીક્ષાના સમય ગાળામાં વાર્ષિક ધોરણે આવકમાં ૩૩%ની વૃદ્ધિ સાથે આવક રૂ. ૧૯,૩૨૨ કરોડ નોંધાઈ છે. (સતત આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ)

        કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જયપ્રકાશ એસોસિએટ્સ લિ.ની વીજ અસ્ક્યામતોના હસ્તાંતરણમાં ૧૮૦ મેગાવોટ ચુર્ક ખાતેનો વીજ પ્લાન્ટ, જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં૨૪% હિસ્સો અને પ્રયાગરાજ પાવર જનરેશન કંપનીમાં ૧૧.૪૯% હિસ્સો શામેલ છે. અહેવાલના સમય ગાળામાં એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૧૬.૯% વધીને ૨૮.૮ બિલિયન યુનિટ થયું છે.  જે  ગત વર્ષના સમાન ગાળામાં ૨૪.૬ બિલિયન યુનિટ હતું; વોલ્યુમમાં વૃદ્ધિ અને વીજળીના વેચાણ દરોને અનુરૂપ વીજળીની માંગમાં વૃદ્ધિ અને તેને પહોંચી વળવા કાર્યક્ષમ કામકાજના કારણે. અહેવાલના સમય દરમિયાન એકીકૃત સતત કુલ આવકમાં ૨૬.૬% ની મજબૂત વૃદ્ધિ, સાથે આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ થઇ છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૪,૧૬૭ કરોડ હતી. સમીક્ષા હેઠળના ગાળામાં સતત એકીકૃત એબિડટામાં ૨૧.૬% ની તીવ્ર વૃદ્ધિ, સાથે નફો રૂ. ૬,૯૮૩ કરોડ  પ્રાપ્ત નફો થયો છે. જે ગત વર્ષના સરખા ગાળામાં રૂ. ૫,૭૪૪ કરોડ હતો; ઊંચા ઇંધણ ખર્ચ છતાં અત્યાર સુધીની ત્રિમાસિક કામગીરીમાં સૌથી વધુ, મજબૂત નફાકારકતા દર્શાવે છે.

અહેવાલના સમય દરમિયાન કામકાજમાં વધારો અને ચાલુ મૂડી ખર્ચ કાર્યક્રમ અને ખર્ચ પર કડક નિયંત્રણને કારણે કર પછીના સંયુક્ત નફામાં ૪૭.૨%ની મજબૂત વૃદ્ધિ સાથે નફો રૂ. ૪,૮૬૭ કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૩૦૫ કરોડ હતો.

આ પરિણામો અંગે અદાણી પાવર લિ.ના સી.ઇ.ઓ. એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવરે ફરી એકવાર તેના કાર્યક્ષમ અને ખર્ચ-સ્પર્ધાત્મક પોર્ટફોલિયો અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મજબૂત કામકાજ સાથે વાર્ષિક ધોરણેસતત અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા હાંસલ કર્યો છે. કંપની તેના ૪૫ ગિગાવોટના લક્ષ્યને સિધ્ધ કરવાની દીશામાં સંગીન રીતે એકીકૃત થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)