ફ્યુઝન ક્લાસરૂમ એડ્યુટેકનો IPO 31 જુલાઈએ ખુલશે; પ્રાઇસ બેન્ડ ₹151- ₹159

IPO ખૂલશે31 જુલાઇ
IPO બંધ થશે4 ઓગસ્ટ
એન્કર ઓફર30 જુલાઇ
પ્રાઇસબેન્ડરૂ. 151- 159
લોટ સાઇઝ1600 શેર્સ અને 800ના ગુણાંકમાં
IPO સાઇઝ2455200 શેર્સ
IPO સાઇઝરૂ. 39 કરોડ
લિસ્ટિંગBSE SME

અમદાવાદ, 24 જુલાઇઃ ફ્યુઝન ક્લાસરૂમ એડ્યુટેકભારતના ઝડપથી વિકસતા હાઇબ્રિડ એડટેક પ્લેટફોર્મ્સમાંની એક છે અને K-12 શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પ્રોફેશનલ અપસ્કિલિંગ તેમજ AI/ML લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની તેના પ્રારંભિક જાહેર ઇશ્યૂ (IPO) સાથે શુક્રવાર, 31 જુલાઈ, 2026ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO મંગળવાર, 4 ઑગસ્ટ, 2026ના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો માટે બિડ/ઇશ્યૂ અવધિ ગુરુવાર, 30 જુલાઈ, 2026થી શરૂ થશે, જે ઇશ્યૂ ખુલવાના એક કાર્યકારી દિવસ પહેલાં છે. આ પ્રારંભિક જાહેર ઇશ્યૂમાં 19,89,400 સુધીના નવા ઇક્વિટી શેરો તેમજ 4,65,800 સુધીના ઇક્વિટી શેરોના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. આમ કુલ 24,55,200 ઇક્વિટી શેરો, દરેકની ફેસ વેલ્યુ ₹10, ઇશ્યૂ હેઠળ ઓફર કરવામાં આવશે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે

ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી નેટ પ્રોસીડ્સ (Net Proceeds)નો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા કેટલાક બાકી રહેલા ઋણોના સંપૂર્ણ અથવા આંશિક પૂર્વચુકવણી/ચુકવણી, ટેક્નોલોજી અને AI/ML મોડલ ડેવલપમેન્ટ, સર્વર્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે મૂડી ખર્ચ, નવા ઓફલાઇન સેન્ટર્સની AI/ML લેબ્સ માટે ડેસ્કટોપ અને લેપટોપની ખરીદી માટે મૂડી ખર્ચ, માર્કેટિંગ પહેલો પર ખર્ચ તેમજ અજ્ઞાત અધિગ્રહણો (Unidentified Acquisitions) દ્વારા ઇનોર્ગેનિક વૃદ્ધિ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

લીડ મેનેજર્સઃ આ ઇશ્યૂ માટે નાર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસબુક રનિંગ લીડ મેનેજર છે અને માશિતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટઇશ્યૂના રજિસ્ટ્રાર છે. કંપનીના ઇક્વિટી શેરોને BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

2016માં સ્થાપિત ફ્યુઝન ક્લાસરૂમ એડ્યુટેકએક એજ્યુકેશન ટેક્નોલોજી કંપની છે, જે સમગ્ર ભારતમાં શૈક્ષણિક અભ્યાસ, લર્નિંગ અને સ્કિલ ટ્રેનિંગ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. કંપની તેના Klassroom Education OTT પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન શિક્ષણ અને મુંબઈ સ્થિત તેના 30થી વધુ પાર્ટનર સેન્ટર્સ મારફતે ઓફલાઇન લર્નિંગ અને સ્કિલિંગ કાર્યક્રમો પ્રદાન કરે છે. ઉપરાંત, કંપની શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સરકારી સંસ્થાઓ સાથે મળીને શૈક્ષણિક કાર્યક્રમો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, નવી પેઢીના સ્કિલિંગ અને રોજગારલક્ષી પહેલો અમલમાં મૂકે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

Period EndedMar 2026Mar 2025Mar 2024
Assets25.4612.064.48
Total Income23.1010.114.62
Profit After Tax7.602.900.34
EBITDA12.994.061.02
NET Worth18.4110.033.92
Reserves11.0910.013.90
Borrowing3.431.010.32
Amount in ₹ Crore

કંપની તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિગત શીખનારાઓને સેવા આપે છે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, એન્ટરપ્રાઇઝ અને સરકારી સંસ્થાઓ સાથે એન્ટરપ્રાઇઝ OTT સબ્સ્ક્રિપ્શન, કન્ટેન્ટ ડેવલપમેન્ટ, ઓફલાઇન તાલીમ અને શૈક્ષણિક તથા કૌશલ્ય વિકાસ માટે AI અને ML લેબ્સની સ્થાપનામાં ભાગીદારી કરે છે. કંપનીનું વૈવિધ્યસભર બિઝનેસ મોડેલ સબ્સ્ક્રિપ્શન આધારિત સેવાઓ, સંસ્થાકીય ભાગીદારી અને સરકારી પ્રોજેક્ટ્સને જોડે છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કેલેબલ અને એસેટ-લાઇટ પ્લેટફોર્મ ઉભું કરે છે.

ફ્યુઝન ક્લાસરૂમ પાસે 6 લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ, 2 લાખથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે100થી વધુ કોર્સીસ ધરાવતી લાઇબ્રેરી ઉપલબ્ધ છે, જેમાં 3,300 કલાકથી વધુનું પ્રોપ્રાયટરી ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ સામેલ છે
કંપની AI આધારિત લર્નિંગ ટેક્નોલોજી, બહુભાષી કન્ટેન્ટ, નવા ઓફલાઇન લર્નિંગ સેન્ટર્સ તથા AI અને ML લેબ્સમાં સતત રોકાણ કરી રહી છે, જેથી સમગ્ર ભારતના શીખનારાઓ માટે શૈક્ષણિક પરિણામો અને રોજગારક્ષમતા વધુ મજબૂત બની શકે.કંપની ટૂંક સમયમાં એઆઇ ટ્યુટર લોન્ચ કરશે. મુંબઇમાં 5 ઓફલાઇન ટ્રેઇનિંગ કોર્સ સેન્ટર્સ ધરાવે છે. કંપની વધુ 3 નવા ટ્રેઇનિંગ સેન્ટર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. જેમાં મુંબઇ, પૂણે અને જયપૂરનો સમાવેશ છે.
કંપની રાજસ્થાન ઉપરાંત એમપી, યુપી, મહારાષ્ટ્રમાં મોટાપાયે યુઝર્સ ધરાવે છે. ગુજરાતમાં પણ વ્યાપ વધારવાની યોજનાઓટીટી પ્લેટફોર્મ હાલમાં 4 ભાષા ધરાવે છે તે વધારી બે વર્ષમાં દેશની મુખ્ય 13 ભાષામાં તૈયાર કરવાની પણ કંપની યોજના ધરાવે છે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)