Indel Money Limitedએ રૂ. 500 કરોડ સુધી એકત્ર કરવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

મુંબઇ, 12 ઓગસ્ટ: ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000 મૂળ કિંમત ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ અને રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ ખૂલશે અને સોમવાર, 31 ઓગસ્ટ, 2026ના રોજ ધ થશે, જેમાં વહેલા ક્લોઝરનો વિકલ્પ છે અને તે જરૂરી મંજૂરીઓને આધીન છે.

રોકાણકારો NCD માટે એક અથવા વધુ અરજી કરી શકે છે, જે તમામ સિરિઝમાં રૂ. 10,000ની લઘુત્તમ એપ્લિકેશન સાઇઝ અને ત્યારબાદ રૂ. 1,000ના ગુણાંકને આધીન છે.

આ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડનો બેઝ ઇશ્યૂ સામેલ છે તથા રૂ. 250 કરોડ સુધીના ઓવર સબસ્ક્રિપ્શન (ગ્રીન શૂ ઓપ્શન) જાળવી રાખવાનો વિકલ્પ પણ છે, જે સાથે ઇશ્યૂનું કુલ કદ રૂ. 500 કરોડ થવા પામે છે. ઇશ્યૂના મર્ચન્ટ બેંકર્સ ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યુરિટીઝ લિમિટેડ છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે:

ઇશ્યૂમાંથી એકત્રિત રકમનો ઉપયોગ વર્તમાન ડેટ અને/અથવા ડેટ સર્વિસિંગના ધિરાણ, ધિરાણ અથવા પુનર્ધિરાણ માટે કરવામાં આવશે, જેમાં વ્યાજની ચુકવણી અને/અથવા વ્યાજ અને કંપનીના હાલના ઉધારના મુદ્દલની ચુકવણી અથવા પૂર્વચુકવણીનો સમાવેશ થાય છે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ઉપયોગ કરવામાં આવશે. (કંપની આ ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ પૂર્વચુકવણી દંડની ચુકવણી માટે કરશે નહીં, જો કોઈ હોય તો. ચોખ્ખી આવકનો ઉપયોગ પહેલા ઇશ્યૂના જણાવેલા ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે, જે લાગુ પડતા સેબી એનસીએસ નિયમોનું પાલન કરીને કુલ આવકના 25 ટકા થી વધુ ન હોય તો તેનો ઉપયોગ આધીન રહેશે.)

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

31 માર્ચ, 2026 સુધીમાં ઇન્ડેલ મનીની AUM રૂ. 4,103.90 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 2,334.44 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026માં કંપનીએ કુલ આવક 605.96 કરોડ અને કર બાદનો નફો રૂ. 123.97 કરોડ નોંધાવ્યો હતો. તેની નેટવર્થ રૂ. 631.77 કરોડ નોંધાઇ છે. કંપનીએ 31 માર્ચ, 2026 સુધીમાં કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) 1.65 ટકા, નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPA) 1.30 ટકા અને ટિયર I કેપિટલ એડિક્વસી રેશિયો 18.95 ટકા સાથે એસેટ ક્વોલિટી અને મૂડી મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

30 જૂન, 2026 સુધીમાં કંપનીની કામગીરી હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત અને પુડુચેરી, દિલ્હી, ચંદીગઢ, આંદામાન અને નિકોબારના કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)