ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસનો IPO તા.21 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.750- 788
| IPO ખૂલશે | 21 ઓગસ્ટ |
| એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 20 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ.5 |
| બીડ લોટ સાઇઝ | 19 શેર્સ અને ગુણાંકમાં |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| IPO સાઇઝ | 1,04,69,541 શેર્સ |
| IPO સાઇઝ | ₹825 કરોડ |
અમદાવાદ, 20 ઓગસ્ટ, 2026: ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ તેના પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ સાથે 21 ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે 20 ઓગસ્ટરહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ 25 ઓગસ્ટ રહેશે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેરના પ્રતિ શેર રૂ. 750થી રૂ. 788 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 19 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 19 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુની સરખામણીએ ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે 150.00 ગણી અને 157.60 ગણી છે. કંપનીના નાણાંકીય વર્ષ 2026 માટે બેઝિક અને ડાઇલ્યુટેડ ઈપીએસના આધારે પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ રેશિયો (પી/ઈ) પ્રાઇઝ બેન્ડના લોઅર એન્ડ પર (ફ્લોર પ્રાઇઝ) 18.54 ગણો અને પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર 19.48 ગણો (કેપ પ્રાઇઝ) છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન નેટવર્થ પરનું વેઇટેડ એવરેજ રિટર્ન 55.25 ટકા રહ્યું છે.
રૂ. 825 કરોડની આ ઓફરમાં પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 620 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને કેટલાક હાલના શેરધારકો દ્વારા પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 205 કરોડ સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં નમિતા કેતન કોઠારી દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર, વિવેક પૃથ્વીરાજ કોઠારી દ્વારા દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 69.4 કરોડ સુધીના ઇક્વિટી શેર અને ડિમ્પલ મુકેશ કોઠારી દ્વારા દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 66.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફરમાં કંપનીના પાત્ર કર્મચારીઓ દ્વારા ખરીદી માટે કુલ રૂ. 4 કરોડ સુધીના ઇક્વિટી શેર અનામત રાખવાની જોગવાઈ પણ સામેલ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
ઓક્ટોબર 2012માં સ્થપાયેલી ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક સંકલિત સોના અને ચાંદી પ્લેટફોર્મ છે જે ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયો અને ગ્રાહકોને સેવા આપે છે. કંપની સોના અને ચાંદી મૂલ્ય શૃંખલાના અનેક વિભાગોમાં કાર્ય કરે છે, જેમાં પ્રાપ્તિ અને શુદ્ધિકરણ, બુલિયન ટ્રેડિંગ, ડિજિટલ ગોલ્ડ, જ્વેલરી ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય વેચાણ અને સોના-સમર્થિત નાણાકીય સેવાઓ માટે ટેકનોલોજી સપોર્ટનો સમાવેશ થાય છે. તેનો વ્યવસાય એન્ટરપ્રાઇઝ અને આંતરરાષ્ટ્રીય વેચાણ માટે ઓગમોન્ટ SPOT પ્લેટફોર્મ અને ગ્રાહક-કેન્દ્રિત ઓફરિંગ માટે ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ દ્વારા સંચાલિત થાય છે, જે ઓનલાઈન અને ઓફલાઈન વિતરણ ચેનલો દ્વારા સમર્થિત છે.

કંપની પાસે વૈવિધ્યસભર અને ટેકનોલોજી-સક્ષમ ઇકોસિસ્ટમ છે જે સોના અને ચાંદી મૂલ્ય શૃંખલામાં મજબૂત હાજરી ધરાવે છે. ઓગમોન્ટ SPOT ઝવેરીઓ, બુલિયન ડીલરો અને ઉત્પાદકોને ઇલેક્ટ્રોનિક બુલિયન ટ્રેડિંગ અને ભૌતિક ડિલિવરી સેવાઓ પ્રદાન કરે છે, જ્યારે ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ ગ્રાહકોને ડિજિટલ રીતે સોના અને ચાંદી ખરીદવા, વેચવા અને સંગ્રહ કરવા, વ્યવસ્થિત યોજનાઓ દ્વારા રોકાણ કરવા, સિક્કા ખરીદવા અને સોના-સંબંધિત સેવાઓનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. કંપની 24 રાજ્યોમાં હાજરી ધરાવે છે, 5200થી વધુ નોંધાયેલા એન્ટરપ્રાઇઝ સભ્યો હતા અને 5 કરોડથી વધુ નોંધાયેલા ડિજિટલ ગોલ્ડ ગ્રાહકોને સીધી અને તેના જોડાણો દ્વારા સેવા આપી હતી. તે રુદ્રપુર અને મુંબઈમાં સોના અને ચાંદીના રિફાઇનિંગ એકમો અને જયપુરના સીતાપુર સેઝમાં એક જ્વેલરી ઉત્પાદન સુવિધા ચલાવે છે.
લિસ્ટિંગઃ ઇક્વિટી શેર્સને NSEઅને BSE પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફર માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
લીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીસ પ્રાઇવેટ, જેએમ ફાઇનાન્શિયલ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
