- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની કંપની પ્રાસોલ કેમિકલ્સનો IPO 8 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.643- 676
| IPO ખૂલશે | 8 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 10 સપ્ટેમ્બર |
| એન્કર બુક | 7 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ.643- 676 |
| લોટ સાઇઝ | 22 શેર્સ અને ગુણાંકમાં |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| IPO સાઇઝ | 73,96,437 શેર્સ |
| IPO સાઇઝ | ₹500 કરોડ |

અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડ (the “Company”) તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“Equity Shares”) નો આઈપીઓ (“Offer”) મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે સોમવાર, 7 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026 છે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643થી રૂ. 676 નક્કી કરવામાં આવ્યો છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 800.00 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 4,200.00 મિલિયન સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. આમ, ઓફરનું કુલ કદ રૂ. 5,000.00 મિલિયન છે.
આઇપીઓ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરેઃ કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીની સ્થાપના 1992માં થઈ હતી અને તેને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. કંપની એસિટોન અને ફોસ્ફરસ આધારિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉપરાંત જટિલ અને વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અન્ય સ્પેશિયાલિટી કેમિકલ્સનું ફોરવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન કરતી કંપની છે. 15 જુલાઈ, 2026 સુધીની સ્થિતિ મુજબ, કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રે અત્યંત વૈવિધ્યસભર કંપની છે, જે 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. તેના 1,600થી વધુ ગ્રાહકો છે અને તે 69 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સનો વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ થાય છે. તેના પાંચ મુખ્ય ક્ષેત્રોમાં (એ) પરફોર્મન્સ કેમિકલ્સ, જેમાં લ્યુબ્રિકન્ટ એડિટિવ્સ અને માઇનિંગ કેમિકલ્સનો સમાવેશ થાય છે, (બી) PICA એટલે કે પેઇન્ટ્સ, ઇન્ક્સ, કન્સ્ટ્રક્શન અને એડહેસિવ્સ (સી) ફાર્માસ્યુટિકલ્સ, (ડી) એગ્રોકેમિકલ્સ અને (ઈ) હોમ તથા પર્સનલ કેરનો સમાવેશ થાય છે.
કંપનીએ માર્ચ-26ના વર્ષાન્ત માટે ચોખ્ખા નફામાં 91 ટકા વૃદ્ધિ નોંધાવી
| સમયગાળો | Mar 2026 | Mar 2025 | Mar 2024 |
| એસેટ્સ | 839.28 | 723.09 | 626.36 |
| કુલ આવકો | 1,237.85 | 1,015.54 | 887.56 |
| ચોખ્ખો નફો | 83.12 | 43.57 | 18.13 |
| EBITDA | 139.32 | 87.77 | 60.53 |
| નેટવર્થ | 448.51 | 367.46 | 325.84 |
| રિઝર્વ્સ | 436.91 | 355.87 | 314.24 |
| દેવાં | 110.06 | 101.05 | 82.07 |

ઉત્પાદન સુવિધા: કંપની ખોપોલીમાં 1.20 લાખ ચોરસ મીટર અને મહાડમાં 1.20 લાખ ચોરસ મીટરમાં બે ઉત્પાદન સુવિધા ચલાવે છે જેની કુલ ક્ષમતા વાર્ષિક 98644 મેટ્રિક ટન છે.
મુખ્ય ગ્રાહકો: એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, લુબ્રિઝોલ ઇન્ડિયા, રોસારી બાયોટેક, ક્લીન સાયન્સ, ઘરડા કેમિકલ્સ, ક્રોડા ઇન્ડિયા, સુપ્રિયા લાઇફસાયન્સ, યશો ઇન્ડસ્ટ્રીઝ વગેરે. જુલાઈ, 2026 સુધીમાં, કંપનીએ 1600 ગ્રાહકોને સેવા આપી હતી અને 69 દેશોમાં નિકાસ કરી હતી. ભારત સરકાર દ્વારા તેને ૩ સ્ટાર નિકાસ ગૃહ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે અને તે APAC, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને યુરોપમાં મજબૂત વૈશ્વિક વિતરણ નેટવર્ક ધરાવે છે.
કંપનીની સ્પર્ધાત્મક ક્ષમતાઓ એક નજરે
| વિવિધ એપ્લિકેશન ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતો અત્યંત વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો | ઉત્પાદનોની મજબૂત પાઇપલાઇન સાથે નવીનતાને આગળ ધપાવતી સુસ્થાપિત સંશોધન અને વિકાસ ક્ષમતાઓ |
| વૈવિધ્યસભર ગ્રાહક આધાર અને મજબૂત વૈશ્વિક હાજરી સાથે લાંબા ગાળાના સંબંધો | અનુભવી, લાયક અને વ્યાવસાયિક નેતૃત્વ ટીમ અને મજબૂત કામગીરીનો ટ્રેક રેકોર્ડ |
લિસ્ટિંગઃ ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈના મેઇન બોર્ડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
લીડ મેનેજર્સઃ ડીએએમ કેપિટલ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
