- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY પોઝિટિવ, NIFTY માટે 2500 સપોર્ટ અને 22800 નિર્ણાયક રેઝિસ્ટન્સ

NIFTY માટે 22,600–22,500નો ઝોન તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસના આધારે જણાય છે, ત્યારબાદ 22,300–22,200નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે રહેશે. ઉપરની તરફ, 22,800નું લેવલ તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે 23,000–23,100નો ઝોન એક મુખ્ય રેઝિસ્ટન્સ બની રહેવાની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
| STOCKS TO WATCH TODAY: | ICICI Lombard General Insurance, HDB Financial, Bajaj Consumer, IDBI Bank, Dr Reddys, Enviro Infra, Om Power, JIO FINA, RIL, Redington, Tata Technologies, Canara Bank, Jindal Saw, Rain Ind, IFCI, ELGI, ITC, BEL, BSE, NSE, BSOFT, HYUNDAI, INFY, MASTEK, LENSKART, TECHNOE |
અમદાવાદ, 15 ઓક્ટોબરઃ ભારતીય શેરબજીરોમાં તાજેતરનો સુધારો પ્રોત્સાહક રહ્યો છે અને મુખ્યત્વે બેંકિંગ તથા IT સેક્ટર દ્વારા સંચાલિત છે, તેમ છતાં NIFTY કે અન્ય કોઈ મુખ્ય ઇન્ડેક્સે સ્પષ્ટ રિવર્સલ દર્શાવ્યો નથી. તેથી, નિષ્ણાતો વર્તમાન તેજીને એક રિલીફ રેલી તરીકે જોઈએ જોઇ રહ્યા છે. કોઈ લાંબા ગાળાના સતત અપટ્રેન્ડની શરૂઆત માટે થોડી રાહ જોવાઇ રહી છે.
હાલમાં, NIFTY તેના મુખ્ય મૂવિંગ એવરેજ લેવલ્સની નીચે ટ્રેડ થઈ રહ્યો છે અને આ મૂવિંગ એવરેજ પણ હજુ નીચેની તરફ જઈ રહ્યા છે. વધુમાં, મોમેન્ટમ ઇન્ડિકેટર્સ અને ઓસિલેટર્સ કોઈ ચોક્કસ દિશાનો સંકેત આપતા નથી, જે બજાર રેન્જ-બાઉન્ડ હોવાનું સૂચવે છે.
આગળ જતાં, 22,800-22,850નો ઝોન NIFTY માટે તાત્કાલિક અવરોધ બની શકે છે. નીચેની તરફ, 22,300-22,250નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ વિસ્તાર છે. રેઝિસ્ટન્સની ઉપર અથવા સપોર્ટની નીચે કોઈ નિર્ણાયક બ્રેકઆઉટ કે બ્રેકડાઉન જોવા મળે, તો તે NIFTYમાં આગામી નોંધપાત્ર directional move લાવી શકે છે.
બેંક NIFTY છેલ્લા 11 ટ્રેડિંગ સત્રોથી કાઉન્ટર-ટ્રેન્ડ રીતે એક દાયરામાં સ્થિર થઈ રહ્યો છે, જેના પરિણામે દૈનિક ચાર્ટ પર બેરિશ ફ્લેગ જેવી પેટર્ન બની છે. આ સ્થિરતા હોવા છતાં, છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં આ બેન્ક NIFTYએ અન્ય મુખ્ય ઇન્ડાઇસિસની સરખામણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જે તેની relative strength દર્શાવે છે.
આગળ જતાં, 56,000-56,100નો ઝોન – જે 50-દિવસીય EMA સાથે સુસંગત છે – તે બેન્ક NIFTY માટે એક મોટો રેઝિસ્ટન્સ બની શકે તેવી દહેશત બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ઘટાડાની સ્થિતિમાં 54,800-54,700નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે. આ લેવલ્સમાંથી કોઈપણ એકની પાર નિર્ણાયક ચાલ જોવા મળે, તો તે NIFTYમાં આગામી નોંધપાત્ર ટ્રેન્ડિંગ મૂવ લાવી શકે છે.
| Results Today: | HDFC Life Insurance, Jio Financial, Nestle, Tech Mahindra, Wipro, HDFC AMC, 360 ONE WAM, Angel One, Armee Infotech, Cyient DLM, IIFL Finance, Indian Bank, Sri Lotus Developers, L&T Finance, Persistent, Polycab, South Indian Bank, Sterling and Wilson Renewable, Tata Communications, UCO Bank |
| Stock Trades Ex-Dividend | Anand Rathi Wealth |
| Stock Trades Ex-Date for Split | Samor Reality |
| Stocks Trade Ex-Date for Rights | Shivam Autotech, Shraddha Prime Projects |
| Stock Trades Ex-Date for Income Distribution | PropShare Celestia, Property Share Investment Trust – Propshare Platina, Propshare Titania SM REIT |
| Stocks in F&O Ban | Ambuja Cements, Kaynes Technology, SAIL |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
