- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
BLS પોલિમર્સનો IPO 27 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.142-150
| IPO ખૂલશે | 27 ઓક્ટોબર |
| IPO બંધ થશે | 29 ઓક્ટોબર |
| એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 26 ઓક્ટોબર |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ.142- 150 |
| લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
| લોટ સાઇઝ | 100 શેર્સ |

અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026: કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડના ઉત્પાદક BLS પોલિમર્સ લિમિટેડનો IPO મંગળવાર, 27 ઓક્ટોબર, 2026ના રોજથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર, 26 ઓક્ટોબર, 2026 છે તથા બીડ/ઇશ્યુ ગુરુવાર, 29 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ દ્વારા રૂ. 25,500 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે તેમજ બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ્સ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
ઇશ્યુનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 142-150 નિર્ધારિત કરાયો છે તેમજ લધુત્તમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 શેર્સના ગુણાંકમાં બીડ કરવાની રહેશે, જેમાં પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત રૂ. 10 છે.
IPOમાં પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 1,70,00,000 ઇક્વિટી શેર્સનો બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. પ્રાઇઝ બેન્ડના હાયર એન્ડ ઉપર, (1) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) માટે 85,00,000 ઇક્વિટી શેર્સ, જેમાંથી બીઆરએલએમના પરામર્શથી પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 51,00,000 ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા છે, (2) પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10ની મૂળ કિંમતના 25,50,000 ઇક્વિટી શેર્સ નોન ઇન્સ્ટિટ્યુશનલ બીડર્સ (એનઆઇબી) અને (3) પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 59,50,000 ઇક્વિટી શેર્સ રિટેઇલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇબી)ને ફાળવાશે.

ઇશ્યૂ મારફત એકત્ર ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવશે
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ BLS પોલિમર્સ ઓફરમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 7,756.07 લાખનો ઉપયોગ કંપનીની ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે તેની વર્તમાન પ્રોડક્ટ્સની ઉત્પાદન ક્ષમતા વધારીને મૂડી ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે, રૂ. 8,950.00 લાખ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે તેમજ બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઓફર ખર્ચ માટે કરશે.

કંપનીના કામગીરી અને ઇતિહાસ એક નજરે
નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ટેલિકોમ્યુનિકેશન, પાવર, રેલવે, વોટર, ઓઇલ અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન જેવી વિવિધ મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝને સેવા આપતા કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડનું ઉત્પાદન કરે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબજ વૈવિધ્યસભર છે, જે વાયર અને કેબલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને વિવિધ સોલ્યુશન્સ ઓફર કરે છે અને તેમાં હાઇ ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (“HDPE”), મીડિયમ-ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (“MDPE”) અને લાઇનર લો-ડેન્સિટી પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (“LLDPE”), ક્રોસ-લિંક્ડ પોલિઇથિલિન કમ્પાઉન્ડ્સ (“XLPE”), હેલોજન ફ્રી ફ્રેમ રિટાડન્ટ કમ્પાઉન્ડ્સ (“HFFR”), પોલીવિનાઇલ ક્લોરાઇડ કમ્પાઉન્ડ્સ (“PVC”), કેબલ ફિલિંગ કમ્પાઉન્ડ્સ (“CFC”) અને એડહેસિવ કોટિંગ કમ્પાઉન્ડ્સ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની કામગીરી ઉપરાંત BLS પોલિમર્સે સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, યુએઇ, યુએસએ, તુર્કી, ઓમાન, ઝામ્બિયા, જર્મની, કતર, રોમાનિયા, ચીન અને પોલેન્ડ સહિત 13 દેશોમાં નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે. 30 જૂન, 2026ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં અને તેના પહેલાના ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ પાવર કેબલ, ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોમાં 325થી વધુ ગ્રાહકોને સેવા આપી હતી.
લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
