Crystal Crop Protection Ltd નો IPO 18 નવેમ્બર ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 259 – 272
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 259 – 272 |
| આઇપીઓ ખૂલશે | 18 નવેમ્બર |
| આઇપીઓ બંધ થશે | 20 નવેમ્બર |
| લોટ સાઇઝ | 55 શેર્સ અને ગુણાંકમાં |
| EMPLOYEE DISCOUNT | રૂ.25 |
અમદાવાદ, 16 નવેમ્બર: ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શને તેના પ્રથમ પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે, 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા પ્રતિ ઇક્વિટી શૅર દીઠ રૂ. 259થી રૂ. 272ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણુ 18 નવેમ્બર, 2026ના રોજ સબસ્ક્રિપ્શન (રોકાણ) માટે ખુલશે અને શુક્રવાર, 20 નવેમ્બર, 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 55 ઇક્વિટી શૅર માટે બોલી લગાવી શકે છે અને ત્યારબાદ 55ના ગુણાંકમાં શેર માટે અરજી કરી શકે છે. રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા આ IPOમાં રૂ. 355 કરોડ સુધીના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) અને પ્રમોટર અંકુર અગ્રવાલ દ્વારા 37,02,694 ઇક્વિટી શેરનું વેચાણ (ઓફર-ફોર-સેલ) સામેલ છે.
IPO મારફત એકત્ર રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત:
નવા શૅરના ઇશ્યૂમાંથી મળનારી રૂ. 247.9 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી અમુક લોન કે દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી (અથવા અગાઉથી ચુકવણી) કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ. 22 કરોડ રૂપિયાની રકમ કંપનીની મુખ્ય પેટાકંપની ‘સેફાયર ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ’ (Saffire Crop Science Private Limited) માં રોકાણ કરવા માટે ફાળવવામાં આવશે, જેનો ઉપયોગ તે કંપનીના બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક ચુકવણી માટે, અન્ય કંપનીઓના અધિગ્રહણ (acquisitions) દ્વારા વિકાસ સાધવા, વ્યૂહાત્મક પહેલ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શપાક સંરક્ષણ અને કૃષિ ઉકેલો (crop solutions) પૂરા પાડતી સંસ્થા છે, જેના મુખ્ય ઉત્પાદનોમાં કૃષિ-રસાયણો (agrochemicals) અને બિયારણોનો સમાવેશ થાય છે. કંપનીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં પાક સંરક્ષણ માટેના ઉત્પાદનો જેવા કે હર્બિસાઇડ્સ (તણશનાશક), ફંગિસાઇડ્સ (ફૂગનાશક), ઇન્સેક્ટિસાઇડ્સ (કીટનાશક) અને કુદરતી પાક ઉકેલો (જેમ કે બાયો-સ્ટીમ્યુલન્ટ્સ, બાયો-પ્રોટેક્ટન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, પ્રવાહી ખાતરો અને સૂક્ષ્મ પોષકતત્વો) તેમજ ખેતીના પાકો, શાકભાજી અને ફૂલોના બિયારણોનો સમાવેશ થાય છે. કંપની સંશોધન અને વિકાસ (R&D) દ્વારા, જેમાં વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેના સહયોગનો પણ સમાવેશ થાય છે, ભારતીય ખેડૂતોની જરૂરિયાતો મુજબના ઉત્પાદનો તૈયાર કરે છે. તે સંપૂર્ણ સંકલિત મોડેલ પર કાર્ય કરે છે, જે પાક સંરક્ષણ ઉત્પાદનો અને કુદરતી પાક ઉકેલોમાં મજબૂત સંશ્લેષણ સંશોધન અને વિકાસ તેમજ મજબૂત બીજ સંવર્ધન કાર્યક્રમને એકીકૃત કરે છે, જેમાં પછાત-સંકલિત ટેકનોલોજી સક્ષમ ઉત્પાદન અને સમગ્ર ભારતમાં વિતરણ, ખેડૂત-કેન્દ્રિત અભિગમનો સમાવેશ થાય છે.
લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ IIFL કેપિટલ સર્વિસીસ, DAM કેપિટલ એડવાઇઝર્સ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ બુક રનિંગ લીડ મેનેજર છે, અને MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
