મુંબઈ, 22 મે: એચડીએફસી બેંકે વેન્ચર કેપિટલ ફર્મ પ્રવેગા વેન્ચર્સની સાથે ભેગા મળીને તેમની કૉ-લેબ પહેલ હેઠળ બે ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સને પસંદ કર્યાની જાહેરાત કરી છે. આ કૉ-લેબ પ્રોગ્રામના સહ-માલિક હોવાથી એચડીએફસી બેંક અને પ્રવેગા વેન્ચર્સે બેંકિંગની આધુનિક સમસ્યાઓને ઉકેલવામાં તથા ફિનટૅક સેક્ટરમાં નવીનીકરણને આગળ વધારવામાં અસાધારણ ક્ષમતાઓ દર્શાવનારા સ્ટાર્ટઅપ્સને ઓળખી કાઢ્યાં છે. એચડીએફસી બેંક અને પ્રવેગા વેન્ચર્સની વચ્ચેના સંયુક્ત કાર્યક્રમ કૉ-લેબનો ઉદ્દેશ્ય ફિનટૅકના ક્ષેત્રમાં અત્યાધુનિક ઉકેલો પૂરાં પાડનારા સ્ટાર્ટઅપ્સને ઓળખી કાઢવાનો અને તેમની સાથે સહભાગીદારી કરવાનો છે. ગત વર્ષે લૉન્ચ થયેલા કૉ-લેબ પ્રોગ્રામનો હેતુ ગ્રાહકોને નવીન ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સ્થાપિત થયેલી નાણાકીય સંસ્થાઓ અને ઉભરી રહેલા સ્ટાર્ટઅપ્સની વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

 એચડીએફસી બેંકના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગ્રૂપ હેડ અને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર રમેશ લક્ષ્મીનારાણયએ જણાવ્યું હતું કે, ‘અમે ગ્રેક્વેસ્ટ અને ઈપેલેટરનું અમારા કૉ-લેબ પ્રોગ્રામમાં સ્વાગત કરીએ છીએ. આ સ્ટાર્ટઅપ્સ વિશિષ્ટ પ્રકારની કુશળતા અને ઉકેલો ધરાવે છે, જે ફિનટૅકના પરિદ્રશ્યને બદલવા માટે સક્ષમ છે.’

પ્રવેગા વેન્ચર્સના પાર્ટનર વિનય મેનનએ જણાવ્યું હતું કે, ‘અમે ફિનટૅક-બીએફએસઆઈ સહયોગમાં રહેલી અપાર સંભાવનાઓ અંગે ખૂબ જ રોમાંચિત છીએ. સમગ્ર ઇકોસિસ્ટમ અંગેનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોવાને કારણે અમારું માનવું છે કે કૉ-લેબ પ્રોગ્રામ આ પ્રકારના સ્ટાર્ટઅપ્સને નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે અદભૂત તકો પૂરી પાડે છે.’

પસંદગીની પ્રક્રિયામાં એચડીએફસી બેંક અને પ્રવેગા વેન્ચર્સ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન, ત્યારબાદ બેંકના વ્યૂહાત્મક હેતુઓની સાથે સુસંગત હોવાની ખાતરી કરવા બિઝનેસ ટીમની સાથે વ્યાપક ચર્ચા-વિચારણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સ હવે નવા ઉકેલોને શોધવા અને પરસ્પર વિકાસ સાધવા માટે એચડીએફસી બેંકની સાથે સહયોગ સાધશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)