સુરત, 13 એપ્રિલ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ ત્રણ હાઇ વેલ્યુ સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન અને સપ્લાય કરવા 182 મિલિયન ડોલર (રૂ. 1500 કરોડ)નાં ઇરાદાપત્ર (લેટર ઓફ ઇન્ટેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન ઉત્પાદન સુવિધાઓમાં કરવામાં આવશે.

આ કોન્ટ્રાક્ટ અંગે બોલતા અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું હતું કે, અમે અમારા પોર્ટફોલિયોમાં ત્રણ નવા મોલેક્યુલ્સ ઉમેરવા માટે જાપાનની અગ્રણી મલ્ટીનેશનલ સાથે ભાગીદારી કરી છે. આ ત્રણ મોલેક્યુલ્સનો ઉપયોગ હાઇલી સ્પેશ્યલાઇઝ્ડ પોલિમર્સ અને લિક્વિડ ક્રિસ્ટલ્સ માટે એડવાન્સ ઇન્ટરમિડિયેટ્સ તરીકે કરવામાં આવશે.

ભારત બહાર આ ત્રણ મોલેક્યુલ્સ માટે અમે એક્સ્લુઝિવ પાર્ટનર હોઈશું અને તે ફ્લુરોપોલિમર અને ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં વિસ્તરણ, હાઇ વેલ્યુ મોલેક્યુલ્સનું ઉત્પાદન અને અમારા ગ્રાહકોની મદદથી વેલ્યુ ચેઇન ઉપર લાવવાનાં અમારા વ્યૂહને અનુરુપ છે. આ લેટર ઓફ ઇન્ટેન્ટ અમારી ટેકનિકલ ક્ષમતાઓ અને સસ્ટેનેબલ સપ્લાય ચેઇનમાં વૈશ્વિક એમએનસીનો વધતો જતો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે.