અમદાવાદઃ 13 એપ્રિલઃ ઇન્ફોસિસના પરીણામ પૂર્વે માર્કેટને આભાસ આવી ગયો હતો કે ઇન્ફોસિસના ત્રિમાસિક પરીણામ નબળા આવી શકે છે. તેના પગલે આઇટી મેજર શેર્સમાં ઘટાડાની ચાલ રહેતાં સેન્સેક્સની એકધારી તેજીની ચાલમાં એક તબક્કે રૂકાવટ આવી ગઇ હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના કારણે સેન્સેક્સે 38 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો.

29 પોઇન્ટના ગેપડાઉન ઓપનિંગ બાદ ઘટાડામાં એક તબક્કે સેન્સેક્સ 312 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ સેકન્ડ હાફમાં જોવાયેલી રાહત રેલીમાં ઇન્ટ્રા-ડે 94 પોઇન્ટ અને બંધ વખતે 38 પોઇન્ટનો સાધારણ સુધારો નોંધાવવા સાથે સેન્સેક્સની સળંગ તેજીએ 9માં દિવસમાં પ્રવેશ કર્યો છે.

નિફ્ટી-50 પણ 15 પોઇન્ટના સુધારા સાથે 17828 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સની દિવસ દરમિયાન વોલેટિલિટી એક નજરે

વિગતસેન્સેક્સ+/-
આગલો બંધ60393
ખુલી60364-29
ઘટી60081-312
વધી60487+94
બંધ60431+38

ઇન્ફોસિસ 2.79 ટકા, ટેક મહિન્દ્રા 2.09 ટકા, ટીસીએસ 1.61 ટકા તૂટ્યા

સેન્સેક્સ બેઝ્ડ તમામ પાંચેય સ્ક્રીપ્સમાં આજે ઘટાડાની ચાલ રહી હતી. તેની આગેવાની ઇન્ફોસિસે લીધી હતી. આજે આઇટી ઇન્ડેક્સ પણ 519.97 પોઇન્ટના કડાકા સાથે 28235.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં ઇન્ફોસિસનું કોન્ટ્રીબ્યુશન 262.42 પોઇન્ટ અને ટીસીએસનું કોન્ટ્રીબ્યુશન 102.66 પોઇન્ટ રહ્યું હતું.

કંપનીબંધઘટાડો (ટકા)
ઇન્ફોસીસ1388.60-2.79
ટેક મહિન્દ્રા1086.80-2.10
એચસીએલ ટેક1071.85-2.09
ટીસીએસ3189.85-1.61
વીપ્રો368.25-1.05

ઇન્ડસઇન્ડ બેન્ક 3.15 ટકા ઊછળી રૂ. 1108.90ની સપાટીએ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3610 સ્ક્રીપ્સ પૈકી 1849 સ્ક્રીપ્સમાં સુધારો અને 1643 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ હજી પણ પોઝિટિવ ઝોનમાં જ છે. સેન્સેક્સ પેકની 17 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક 3.15 ટકાના ઉછાળા સાથે રૂ. 1108.90ની સપાટીએ બંધ રહ્યો હતો. (જુઓ….. આજે સવારે માર્કેટ ખુલતાં પહેલાનો રિપોર્ટ…. )

પાવરગ્રીડ 1.74 ટકા, એક્સિસ બેન્ક 1.62 ટકા, બજાજ ફીનસર્વ 1.46 ટકા, કોટક બેન્ક 1.41 ટકા સુધર્યા હતા.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301713
બીએસઇ361018491643