મુંબઈ, 12 એપ્રિલઃ આનંદ રાઠી વેલ્થ લિમિટેડનો જાન્યુઆરી-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023નો ચોથા ત્રિમાસિક ગાળો) માટે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 43 કરોડ થયો છે જે જાન્યુઆરી-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022નો ચોથો ત્રિમાસિક ગાળો)ની સરખામણીએ 23%નો વધારો દર્શાવે છે. કુલ આવકો 28% વધીને રૂ. 147 કરોડ થઈ છે.

કંપનીએ એપ્રિલ-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023) માટે રૂ. 169 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે એપ્રિલ-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022)ની સરખામણીએ 33%ની વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળામાં કુલ આવકો 31% વધીને રૂ. 558 કરોડ રહી હતી.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે રૂ. 7નું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે (ફેસ વેલ્યુના 140%). નાણાંકીય વર્ષ 2023 માટે કુલ ડિવિડન્ડ ઈક્વિટી શેરદીઠ રૂ. 12 રહ્યું છે (ઈક્વિટી શેરદીઠ રૂ. 5નું વચગાળાનું ડિવિડન્ડ)

કન્સોલિડેટેડ ધોરણે આંકડાઃ નાણાંકીય વર્ષ 2023 (એપ્રિલ-માર્ચ 2023)

બાબતો (રૂ. કરોડમાં)Q 4 FY 23Q 4 FY 22Y- o- YFY23FY22Y- o- Y
કુલ આવકો146.8114 . 6+ 28 %558.3425 . 2+ 31 %
કરવેરા પૂર્વેનો નફો59.344 . 0+ 35 %227.9167 . 4+ 36 %
ચોખ્ખો નફો42.734 . 6+ 23 %168.6126 . 8+ 33 %
ઈપીએસ (રૂ.માં)10.38 . 3+ 23 %40.530 . 5+ 33 %
એયુએમ38 , 99332 , 906+ 18 %38 , 99332 , 906+ 18 %