અમદાવાદ, 10 ઑગસ્ટ: ટેલિકૉમ, ફિનટૅક અને કમ્યૂનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રોની અમદાવાદ સ્થિત કંપની બંકાઈ ગ્રૂપે પર્સનલ કૅર અને હૉમ કૅર પ્રોડક્ટ સેગમેન્ટમાં તેની બે નવી પ્રોડક્ટ લૉન્ચ કરીને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (FMCG) સેગમેન્ટમાં તેની નવી બ્રાન્ડ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની આનુષંગિક કંપની બંકાઈ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ આ ગ્રૂપે કૉસ્મેટિક્સ અને પર્સનલ કૅર ઉત્પાદનો માટે બોન વોયર બ્રાન્ડ નેમ હેઠળ શ્રેણીબદ્ધ ઉત્પાદનો લૉન્ચ કર્યા છે, જેમાં હેરકૅર, સ્કિનકૅર, બૉડી કૅર અને બેબી કૅર ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જ્યારે હૉમ કૅર ઉત્પાદનો માટે બોર્ન અર્થો બ્રાન્ડ નેમ હેઠળ હાઉસકીપિંગના ઉત્પાદનો, હૉમ ફ્રેગરેન્સ અને હેન્ડવૉશ જેવા ઉત્પાદનોને લૉન્ચ કરવામાં આવ્યાં છે.

આ નવી બ્રાન્ડ્સમાં કૉસ્મેટિક્સ, પર્સનલ કૅર, હૉમ કૅર, ફ્રેગરેન્સિસ, હાઇજિન પ્રોડક્ટ્સ વગેરે સહિત 50 ઉત્પાદનોની રેન્જનો સમાવેશ થાય છે તેવું બંકાઈ ગ્રૂપના ચેરમેન બન્કિમ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું. અમે કૉસ્મેટિક્સ, પર્સનલ કૅર અને હૉમ કૅર ઉત્પાદનોની અમારી પ્રથમ રેન્જ લૉન્ચ કરી છે, જે સંપૂર્ણપણે કુદરતી, વનસ્પતિ-આધારિત અને ઇકો-ફ્રેન્ડલી છે.

વર્ષ 2022માં બેન્કાઈ ગ્રૂપની આવક 1.5 બિલિયન યુએસ ડૉલરના આંકને સ્પર્શી ગઈ હતી તથા ક્રસ્ટો ઇનોવેશનમાં રોકાણ અને તેને બંકાઈ ગ્રૂપની કંપનીઓ હેઠળ એકીકૃત કરી લેવાને પરિણામે ગ્રૂપને નવી ઊંચાઈઓ સર કરવામાં ખાસી મદદ મળી રહેશે. આ તમામ ઉત્પાદનોને ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ મારફતે તેમજ ભારતના પ્રત્યેક રાજ્યના મોટા શહેરોમાં આવેલા લગભગ 500 જેટલા FMCG વિતરકો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉત્પાદનો ઑગસ્ટ 2023ના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે. કંપની તેના તમામ ઉત્પાદનોનું ઉત્પાદન ગાંધીનગરમાં આવેલા તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે કરે છે, જે પ્રતિ માસ 1.27 કરોડ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

પ્લાન્ટ અને બ્રાન્ડ્સ પાછળ રૂ. 30 કરોડનું કર્યું ઇન્વેસ્ટમેન્ટ

બંકાઈ ગ્રૂપ આ પ્લાન્ટને સ્થાપવા અને બ્રાન્ડ્સને સ્થાપિત કરવા માટે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા રૂ. 30 કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. બેન્કાઈ ગ્રૂપનો રોકાણનો કુલ પોર્ટફોલિયો ઓછામાં ઓછા રૂ. 100 કરોડનો છે. આગામી છ મહિનામાં કંપનીની યોજના તેના ઉત્પાદનોને યુએસએ, યુરોપ, સિંગાપુર, યુએઈ અને ઓસ્ટ્રેલિયા સહિતના વિદેશી માર્કેટોમાં લૉન્ચ કરવાની છે.

બંકાઈ FMCGના સીઇઓ અને એમડી નીરવ શર્માએ જણાવ્યું કે, અમે આગામી ત્રણ વર્ષોમાં અમારા ટર્નઓવરને વધારીને રૂ. 500 કરોડ પર લઈ જવા માંગીએ છીએ. અમારું કેન્દ્રબિંદુ નિકાસ હશે અને અમારા ઉત્પાદનોને ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.