Global Equities: ગીફ્ટ nifty ટ્રેન્ડમાં સુસ્તી, NIFTY 24300 ક્રોસ કરે ત્યાં સુધી રાહ જુઓ
અમદાવાદ, 17 એપ્રિલઃ ઇરાન- અમેરીકા, ઇઝરાયેલ- લેબનોન વચ્ચેની શાંતિ મંત્રણાઓમાં પ્રગતિના અહેવાલો છતાં વૈશ્વિક શેરબજારોમાં પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે. તેની પાછળ શુક્રવારે સવારે આ લખાય છે ત્યારે ગીફ્ટ નિફ્ટી 10 પોઇન્ટના પ્લસ- માઇનસ વચ્ચે ઝોલાં ખાતો જોવા મળ્યો હતો. અને 24150- 24170ની રેન્જમાં રમતો હતો. તે જોતાં નિષ્ણાતો એવું અનુમાન સેવે છે કે, નિફ્ટી જ્યાં સુધી 24300ની મજબૂત રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી તેજીના વેપાર માટે રાહ જોવાનું સલાહભર્યું રહેશે.
સુધર્યા મથાળેથી નજીવી નફો લેવાનું વલણ જોવા મળ્યું હોવાથી એશિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં ખુલ્યા હતા. બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ સતત બીજા સત્રમાં નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી, યુ.એસ. ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ ગ્રીન ઝોનમાં મજબૂત થઈ રહ્યા છે, કારણ કે જિયો પોલિટિકલ પરિસ્થિતિમાં સુધારો થવાથી જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે. કંપનીએ આગામી ક્વાર્ટરની કમાણી બજાર અંદાજ કરતાં ઓછી રહેવાની આગાહી કર્યા પછી, નેટફ્લિક્સના શેર વિસ્તૃત ટ્રેડિંગમાં 9% થી વધુ ઘટ્યા હતા.
| Dow Future (US): | 48674, +95.0 points/ +0.20% |
| Nasdaq Future (US): | 26342, +9.0 points/ +0.03% |
| US Small Cap 2000 Future (US): | 2724.0, +4.0 points/ +0.15% |
| FTSE Future (UK): | 10609.0, +9.0 points/ +0.08% |
| DAX Future (Germany): | 24319.0, 0.0 points/ 0.00% |
| Hang Seng Future (Hong Kong): | 26227, -124.0 points/ -0.47% |
| Taiex Future (Taiwan): | 37329, -320.0 points/ -0.85% |
| KOSPI (South Korea): | 6196, -30.0 points/ -0.49% |
| Nikkei Index (Japan): | 58936, -582.0 points/ -0.98% |
| Gift Nifty: (India) | 24167, -29.0 points/ -0.12% (Adjusted) |
U.S. Market Previous Closing
| Dow (US): | 48578, +115.0 points/ +0.24% |
| Nasdaq (US): | 24103, +87.0 points/ +0.36% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
