Blue Jet Healthcare IPO એટ એ ગ્લાન્સ

IPO ખૂલશે25 ઓક્ટોબર
IPO બંધ થશે27 ઓક્ટોબર
એલોટમેન્ટ1 નવેમ્બર
રિફંડ1 નવેમ્બર
ડિમેટમાં શેર્સ3 નવેમ્બર
લિસ્ટિંગ6 નવેમ્બર
ફેસવેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડ₹329 to ₹346
લોટ43 શેર્સ
ઇશ્યૂ સાઇઝ24285160 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 840.27 કરોડ
લિસ્ટિંગBSE NSE

અમદાવાદ ઑક્ટોબર: ઇનોવેટર ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ મલ્ટી-નેશનલ જેનેરિક ફાર્માસ્યુટિકલ કંપનીઓને લક્ષ્યાંકિત કરતી સ્પેશિયાલિટી અને હેલ્થકૅર ઈનગ્રેડિએન્ટ અને ઇન્ટરમિડિએટ કંપની બ્લ્યૂ જેટ હેલ્થકૅર લિમિટેડ તા.25 ઓક્ટોબરે પ્રતિ ઇક્વિટી શેર Rs.2 ની ફેસ વેલ્યુની આ પબ્લીક ઑફર 24285160 સુધીના ઇક્વિટી શેરો માટે વેચાણ માટેની ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPOની પ્રાઇસબેન્ડ રૂ.329-346 છે. IPO તા.27 ઓક્ટોબરે બંધ થશે. 43 ઇક્વિટી શેરો માટે અને ત્યારબાદ 43 ઇક્વિટી શેરોના ગુણાંકમાં બિડ કરી શકશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત કંપની ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

વર્ષ 1968 માં સ્વ. બી. એલ. અરોરા દ્રારા જેટ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરીકે શરૂ કરવામાં આવેલ આ કંપનીને બાદમાં તેના એક્ઝિક્યુટિવ ચેરમેન અક્ષય બંસીલાલ અરોરા દ્વારા બ્લ્યૂ જેટ હેલ્થકૅર તરીકે પ્રમોટ કરવામાં આવી છે. કંપની “બ્લ્યૂ જેટ” બ્રાન્ડ નામ હેઠળ ઓપરેટ થાય છે અને મીડિયા ઈન્ટરમિડિએટ્સ અને હાઇ-ઈન્ટેન્સિટી સ્વીટનર્સ સામે સેક્રિન સહિત તેના સૉલ્ટ્સ તેમજ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિએન્ટમાં તેની કુશળતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે. કંપનીનું બિઝનેસ મોડેલ સહયોગ વિકાસ અને સંકુલ રાસાયણિક શ્રેણીના ઉત્પાદન પર વધુ ભાર આપે છે. છેલ્લા 5 દાયકા કરતા વધુના સમયગાળા દરમિયાન તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્રારા 40 કોમર્શિયલાઈઝ્ડ પ્રોડક્ટ્સ સહિત 100 કરતા વધારે પ્રોડક્ટ્સ ડેવલપ કરેલ છે.

Blue Jet Healthcare IPO લોટ સાઇઝ

ApplicationLotsSharesAmount
Retail (Min)143₹14878
Retail (Max)13559₹193414
S-HNI (Min)14602₹208292
S-HNI (Max)672881₹996826
B-HNI (Min)682924₹1011704

કંપનીની પ્રોડક્ટ્સ અને નિકાસ કામગીરી

છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ લગભગ 39 દેશોના 400 કરતા વધુ ગ્રાહકોની વ્યવસાયિક જરૂરિયાતો સંતોષેલ છે જેમાં ઓરલ કૅર અને નોન-આલ્કોહોલિક બિવરેજ સ્પેસમાં કેટલીક નામી કંપનીઓમાં કોલગેટ પામોલિવ (ઈન્ડિયા) લિ. યુનિલીવર તેમજ Prinova US LLC અને MMAG કંપની લિ. ફાર્માસ્યુટિકલ ઈન્ટરમિડિએટ્સ અને API અને CDMO ક્ષેત્રમાં Hovione Farmaciência Olon S.p.A. Esperion Therapeutics Inc. and Bial– Portela & CA S.A તેમજ કોન્ટ્રાસ્ટ મીડિયા ક્ષેત્રમાં GE Healthcare AS Guerbet Group Bracco Imaging S.p.A અને Bayer AG નો સમાવેશ થાય છે.

સમયગાળોJun23Mar23Mar22Mar21
એસેટ્સ903.80862.07713.38536.27
આવકો184.60744.94702.88507.81
ચોખ્ખો નફો44.12160.03181.59135.79
નેટવર્થ725.68681.49521.54339.82

નાણા કામગીરી એકનજરે

ઉત્પાદન – ક્ષમતા એક નજરે

30મી જૂન23ની સ્થિતિએ કંપની તેના ત્રણ ઉત્પાદન કેન્દ્રો મહારાષ્ટ્ર રાજ્યના શહાદા અંબરનાથ અને મહાડમાં અનુક્રમે0.60 KL 607.30 KL and 213.00 KL સ્થાપિત ક્ષમતા સાથે ઓપરેટ કરે છે. વર્ષ21 માં ક્ષમતા વિસ્તરણના  ભાગ રૂપે કંપનીએ અંબરનાથમાં ભાડા પટ્ટાથી “ગ્રીનફિલ્ડ” ઔદ્યોગિક સુવિધા પ્રાપ્ત કરેલ છે. તેનું કુલ વાર્ષિક ઉત્પાદન લગભગ 1513.6 KL સુધી પહોંચવાની અપેક્ષા રાખવામાં આવે છે.

લીડ મેનેજર્સઃ કોટક મહિન્દ્રા કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને જે.પી. મોર્ગન ઈન્ડિયા બૂક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા ઑફરના રજિસ્ટ્રાર છે.