કેટેગરીસબ્સ્ક્રિપ્શન
(times)
QIB44.73
NII48.34
Retail9.29
Employee2.05
Total27.05

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ આઈઆરએમ એનર્જીનો આઈપીઓ અંતિમ દિવસે કુલ 27.05 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈ સૌથી વધુ 48.34 ગણો ભરાયો છે. ક્યુઆઈબી પોર્શન 44.73 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલ રોકાણકારોએ રૂ. 545 કરોડની ઈશ્યૂ સાઈઝના આઈપીઓ માટે કુલ રૂ. 1738 કરોડના બીડ ભર્યા છે. જેનાકારણે રિટેલ પોર્શન પણ 9.29 ગણો છલકાઇ ગયો છે.

આઈઆરએમ એનર્જીના આઈપીઓના શેર એલોટમેન્ટ 27 ઓક્ટોબરે અને મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 31 ઓક્ટોબરે થશે. સેકેન્ડરી માર્કેટના ખરાબ માહોલના પગલે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી રૂ. 52 થયા છે. જે લિસ્ટિંગ પ્રીમિયમે થવાની સંભાવના દર્શાવે છે. અગાઉ આઈપીઓ માટે 105-110 ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ 480-505 છે.

એમ્પ્લોયી પોર્શન 2.05 ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે, કંપનીએ કર્મચારીઓ માટે આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝમાં રૂ. 48નું ડિસ્કાઉન્ટ આપ્યુ હતું.

કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ નાણાકીય વર્ષ 2024, નાણાકીય વર્ષ 2025 અને નાણાકીય વર્ષ 2026માં નમક્કલ અને તિરુચિરાપલ્લી (તમિલનાડુ)ના ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ વિતરણ નેટવર્કના વિકાસ માટે મૂડી ખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ બાકી ઉધારના તમામ અથવા અમુક ભાગની પૂર્વ ચુકવણી અથવા ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.