અદાણી ગ્રૂપના શેરોની આજે સ્થિતિ

સ્ક્રિપ્સબંધતફાવત
ADANI TRANSMISSION761.250.29%
ADANI PORTS & SEZ792.950.00%
ADANI TOTAL GAS590.00-0.34%
ADANI ENTERPRISES2,392.50-0.39%
NDTV208.05-0.60%
ADANI WILMAR335.40-0.84%
ADANI GREEN ENERGY919.35-1.44%
AMBUJA CEMENT429.25-1.84%
ADANI POWER337.05-2.13%
ACC1,970.50-2.97%

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે એસીસી અને અંબુજા સિમેન્ટ્સના એક્વિઝિશન માટે 10 આંતરરાષ્ટ્રીય બેન્કોમાંથી લીધેલી $3.5 અબજ લોનનું પુનર્ધિરાણ પૂર્ણ કર્યું છે.લોનના પુનર્ધિરાણના પગલે અદાણી સિમેન્ટ, એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા, ચોક્કસ કરારો કર્યા છે. આ સુવિધાના પરિણામે અદાણી સિમેન્ટ વર્ટિકલ માટે $300 મિલિયનની એકંદર ખર્ચ બચત થશે.

આજે અદાણી ગ્રૂપના તમામ 10 કંપનીઓના શેરોમાંથી 8માં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ACC અને અંબુજા સિમેન્ટ 2.97 ટકા અને 1.84 ટકા ઘટાડે બંધ રહ્યા હતા.

સપ્ટેમ્બર 2022માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટિરિયલ્સ સ્પેસમાં સૌથી મોટી અંબુજા અને ACCના $6.6 અબજ એક્વિઝિશન પછી અદાણી સિમેન્ટ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ પ્લેયર તરીકે ઉભરી આવી હતી.

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, “3.5 અબજ ડોલરની સુવિધા સપ્ટેમ્બર 2022માં દર્શાવેલ કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમલી બનાવાઈ છે જેમાં અદાણી સિમેન્ટનું તબક્કાવાર ડિલિવરેજિંગ જોવા મળશે. EBITDA પર સિમેન્ટ વર્ટિકલ નેટ ડેટ હવે 2xની નીચે પહોંચ્યું છે.”

ડીબીએસ બેન્ક, ફર્સ્ટ અબુ ધાબી બેન્ક, બાર્કલેઝ બેન્ક પીએલસી, બીએનપી પારિબાસ, ડોઇશ બેન્ક એજી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સહિત 10 આંતરરાષ્ટ્રીય બેન્કો દ્વારા ધિરાણ આપવામાં આવ્યું હતું, જેમણે ટ્રાન્ઝેક્શન માટે ફરજિયાત લીડ એરેન્જર્સ અને બુકરનર તરીકે કામ કર્યું હતું.

સિરિલ અમરચંદ મંગલદાસ, લેથમ અને વોટકિન્સે એલન એન્ડ ઓવરી એલએલપી, તલવાર ઠાકોર અને એસોસિએટ્સ સાથે ધિરાણ માટે ધિરાણકર્તાના સલાહકાર રહ્યા હતાં.

અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે જુલાઈમાં સ્થાનિક-કરન્સી બોન્ડ્સ જારી કરીને રૂ. 1,250 કરોડ ($151 મિલિયન) એકત્ર કર્યા હતા.