Skip to content
July 1, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

FLASH NEWS
ઈકોનોમી
જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી 01
July 1, 2026July 1, 2026
02
FLASH NEWS
શેર બજાર
માર્કેટ લેન્સઃ NIFTY માટે 24200 ક્રોસ થવું કે, 23800ની નીચે જવું એટલુંજ મહત્વનું
03
ક્રિપ્ટો
પર્સનલ ફાઇનાન્સ
Rane (Madras) to Acquire Friction Business of Hindustan Composites
04
શેર બજાર
વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
05
IPO
શેર બજાર
પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • બમ્પર લિસ્ટિંગ કરાવનાર ગાંધાર, ટાટા ટેક્નો., અને ઈરેડામાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ, શેર 6 ટકા સુધી તૂટ્યા
  • શેર બજાર

બમ્પર લિસ્ટિંગ કરાવનાર ગાંધાર, ટાટા ટેક્નો., અને ઈરેડામાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ, શેર 6 ટકા સુધી તૂટ્યા

businessgujaratDecember 1, 2023December 1, 202301 mins

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ બમ્પર લિસ્ટિંગ કરાવી મલ્ટીબેગર સાબિત થયેલા આઈપીઓમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. જેના પગલે આજે ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ રિફાઈનરીના શેર 6 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે ઈરેડામાં પણ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

બીએસઈ ખાતે ટાટા ટેક્નોલોજીસનો શેર આજે ગઈકાલના બંધ સામે સુધારા સાથે 1339.60ના સ્તરે ખૂલ્યા બાદ 11.15 વાગ્યા સુધીમાં 5.42 ટકા તૂટી 1243.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટાટા ટેક્નોલોજીસે ગઈકાલે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1400ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી રોકાણકારોની મૂડી લગભગ ત્રણગણી વધારી હતી.

Maheta Equitiesના એનાલિસ્ટ પ્રશાંત તાપસેના મતે ટાટા ટેક્નોલોજીસના એલોટેડ શેરમાંથી 50 ટકા શેર 1300થી વધુના સ્તરે પ્રોફિટ બુક કરી વેચી શકો છો. બાકીના 50 ટકા શેર લોંગ ટર્મ સ્ટ્રેટેજી સાથે હોલ્ડ કરો. ટાટા ટેક્નોલોજીસ મજબૂત ક્લાયન્ટ બેઝ ધરાવે છે. જેની ફેન્સી અને ફંડામેન્ટલ્સ બંને મજબૂત છે. જેમાં થોડા સમય માટે કરેક્શન જોવા મળી શકે છે. ઈનોવેટિવ બિઝનેસ મોડલ સાથે લાંબાગાળે શેરમાં તેજી જોવા મળી શકે છે.

ગાંધાર ઓઈલ રિફાઈનરીના આઈપીઓ પણ લિસ્ટિંગ સમયે રોકાણકારોને મૂડી ડબલ કરી આપી હતી. જોકે, આજે શેર 5.85 ટકા તૂટી 283.85ની સપાટીએ પહોંચ્યો હતો. જે 301.50ના ગઈકાલના બંધ સામે 305.95ના સ્તરે ખૂલ્યા બાદ સતત ઘટ્યો છે. આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 169 હતી. તાપસેએ જણાવ્યું હતું કે, ગાંધાર ઓઈલની તેજીના કારણે તેનો પીઈ અન્ય હરીફના પીઈની નજીક પહોંચી ચૂક્યો છે. જેથી તેમાં હવે મર્યાદિત પ્રમાણમાં ઉછાળો જોવા મળી શકે છે. શોર્ટ ટર્મમાં ઉંચા ભાવે પ્રોફિટ બુક કરી શકો છો.

ઈરેડાનો શેર ગઈકાલના બંધ 65.29 સામે ઘટાડે 67.29ના સ્તરે ખૂલ્યા બાદ સતત ઘટ્યો છે. જે 1.29 ટકા ઘટાડે 64.45ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. ઈરેડાએ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 32ના સામે ગઈકાલે 68.71ના સર્વોચ્ચ સ્તરે પહોંચી રોકાણકારોને 114.72 ટકા રિટર્ન મળ્યુ હતું.

10 વર્ષમાં બીજી સૌથી વધુ પ્રીમિયમે લિસ્ટ થનારી કંપની

છેલ્લા 10 વર્ષોમાં ઈરેડા બીજી સૌથી વધુ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવનાર પીએસયુ છે.  અગાઉ આઈઆરસીટીસીએ 101 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યુ હતું. મઝાગોન ડોકમાં રોકાણકારોને 50 ટકા, હુડકોમાં 22 ટકા અને રેલટેલમાં 15 ટકા રિટર્ન લિસ્ટિંગ સમયે મળ્યુ હતું.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BSE gandhar Oil share price investors IPO RETURN IPO Share gain IREDA share price NSE Stock market investments Stocks tips tata Tech share price

Post navigation

Previous: Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું
Next: નિફ્ટી 20285ની સર્વોચ્ચ ટોચે, મેટલ, ટેલિકોમ, હેલ્થકેર સહિત 14 સેક્ટોરલ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ

Related News

જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી

BUSINESSGUJARAT.INJuly 1, 2026July 1, 2026 0

માર્કેટ લેન્સઃ NIFTY માટે 24200 ક્રોસ થવું કે, 23800ની નીચે જવું એટલુંજ મહત્વનું

BUSINESSGUJARAT.INJuly 1, 2026July 1, 2026 0

Share Market

  • જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી
    In FLASH NEWS, ઈકોનોમી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 1, 2026
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 24200 ક્રોસ થવું કે, 23800ની નીચે જવું એટલુંજ મહત્વનું
    In FLASH NEWS, શેર બજાર
    July 1, 2026
  • Rane (Madras) to Acquire Friction Business of Hindustan Composites
    In ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 1, 2026
  • વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
    In શેર બજાર
    July 1, 2026

IPO

  • પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા
    In IPO, શેર બજાર
  • કેલેન્ડર 2026માં લિસ્ટેડ 26માંથી 21 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન, 3 IPO 40 ટકાથી ડિસ્કાઉન્ટમાં
    In Business, Fashion, IPO, શેર બજાર
  • પ્રિસ્ટીન લોજિસ્ટિક્સે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
    In IPO, શેર બજાર

Commodities

  • નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • ભારતે $5.05 ટ્રિલિયનના માર્કેટકેપ સાથે 5મું સ્થાન મેળવ્યું
    In FLASH NEWS, કોમોડિટી, ક્રિપ્ટો, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTYની શોર્ટટર્મ રેન્જ 23800- 24200, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધો
    In Business, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, ક્રિપ્ટો, શેર બજાર
  • Gold loans emerge as a strategic driver of financial inclusion and credit growth in India: Experian report
    In કોમોડિટી
  • Renault India Begins Global Exports of the All-New Duster
    In કોમોડિટી

  • જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 24200 ક્રોસ થવું કે, 23800ની નીચે જવું એટલુંજ મહત્વનું
  • Rane (Madras) to Acquire Friction Business of Hindustan Composites
  • વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
  • પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US