ભારતની વિકાસગાથાને આગળ ધપાવવા મહિલાઓને ડૉ. પ્રીતિ અદાણીની હાકલ

અમદાવાદ, 1 માર્ચ: નવી દિલ્હીના  જાહેર નીતિ થિંક ટેન્ક ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન  દ્વારા આયોજિત “સશક્ત નારી, વિક્સિત ભારત” પરિષદને સંબોધન કરતા અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ વિક્સિત ભારત 2047 તરફના પ્રયાણમાં ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રિય શિલ્પી તરીકે મહિલાઓને પોતાની ઓળખ બનાવવાનું આહ્વાન કર્યું હતું.

ગ્રામીણ સમુદાયોમાં અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ મારફત ફાઉન્ડેશન દ્વારા સમર્થિત મહિલા ખેડૂતોને સરળ કૃષિ મોબાઇલ એપ્લિકેશનો ઉપલબ્ધ કરવામાં આવી છે જેના દ્વારા સિંચાઈ, ખાતરના ઉપયોગ, બિયારણની પસંદગી અને મંડીના ભાવના ટ્રેકિંગનું માર્ગદર્શન આપવામાં આવે છે. માહિતીની આપ-લેની સુધરેલી પહોંચ ઉચ્ચ ઉત્પાદકતા, મજબૂત આવક અને વધુ આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ છે.

ડેરી ક્ષેત્રમાં, સામૂહિક કાર્યવાહીએ કમાણીની સંભાવનાને ફરીથી આકાર આપ્યો છે. ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધા હેઠળ સ્વ-સહાય જૂથ સંચાલિત દૂધ સંગ્રહ કેન્દ્રોમાં હવે 3500 થી વધુ મહિલાઓને આવરી લેવામાં આવી છે જે સામૂહિક રીતે વાર્ષિક ૭૫ લાખ લિટરથી વધુ દૂધનું સંચાલન કરે છે. પારદર્શક ભાવ નિર્ધારણ, ગુણવત્તા પરીક્ષણ અને સંગઠિત ખરીદીએ આવક સ્થિરતા અને સોદા પાર પાડવાની શક્તિમાં વધારો કર્યો છે.

ડૉ. અદાણીએ પ્રશિક્ષિત સ્થાનિક મહિલા સ્વયંસેવકોએ પ્રજનન વય જૂથની 3.25 લાખથી વધુ મહિલાઓ માટે સુધારેલા આરોગ્ય પરિણામોને ટેકો આપ્યો છે એવી ફાઉન્ડેશનની મુખ્ય પહેલ માતૃત્વ અને મહિલા આરોગ્ય સુપોષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્વાભિમાન કાર્યક્રમે 300 એન્ટરપ્રાઇઝ સ્વ-સહાય જૂથોમાં 4,500 થી વધુ મહિલાઓને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવી છે.

સંબોધનના સમાપનમાં સંસ્થાઓને માળખાકીય અવરોધોને દૂર કરવા અને તકોની પહોંચને વિસ્તૃત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ભારતના વિકાસનો આગામી તબક્કો વર્ગખંડો, તાલીમ કેન્દ્રો, ગ્રામીણ સાહસો અને ડિજિટલ બજારોમાં આત્મવિશ્વાસુ મહિલાઓના નેતૃત્વમાં આકાર પામશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)