અમદાવાદ, 17 ફેબ્રુઆરી: ગાઝીયાબાદ સ્થિત મલ્ટી-ડિસિપ્લિનરી ઈપીસી કંપની, ઈએમએસ લિમિટેડ (અગાઉ ઈએમએસ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ)એ 31મી ડિસેમ્બર,2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો પોતાનો ચોખ્ખો નફો 24.05 ટકા વધીને રૂપિયા 36.81 કરોડ થયો છે,જે ગયા વર્ષની સમાન અવધિમાં રૂપિયા 29.68 કરોડ હતો. કુલ આવક લગભગ 33.53 ટકા વધીને રૂપિયા 183.11 કરોડ રહી છે,જે ગયા વર્ષની સમાન અવધિમાં રૂપિયા 137.12 કરોડ હતી. ઈબીઆઈટીડીએ પણ રૂપિયા 42.25 કરોડથી 20.67 ટકા વધી 50.98 કરોડ રહેલ છે.

31મી ડિસેમ્બર,2023ના રોજ પૂરા થયેલા નવ મહિના દરમિયાન કંપનીનો પોતાનો ચોખ્ખો નફો 49.87 ટકા વધી રૂપિયા 103.59 કરોડ રહ્યો છે,જે ગયા વર્ષે આ અવધિમાં રૂપિયા 69.12 કરોડ હતો. કંપનીની આવક પણ રૂપિયા 317.04 કરોડથી 57.80 ટકા વધીને રૂપિયા 500.31 કરોડ થઈ છે. સમીક્ષા હેઠળની અવધિમાં કંપનીનું ઈબીઆઈટીડીએ રૂપિયા 98.82 કરોડથી 46.32 ટકા વધીને રૂપિયા 144.59 કરોડ થયેલ છે.

કંપનીના પર્ફોમન્સ અંગે ટિપ્પણી કરતાં ઈએમએસ લિમિટેડના ચેરમેન રામવીર સિંહે જણાવ્યું હતું કે, અમારા વ્યવસાયની વૃદ્ધિ તથા ઓર્ડર બૂકમાં સતત વૃદ્ધિ માટે આવશ્યક ટેલવિંડ પ્રદાન કરી રહેલ છે. અને ઓર્ડર બૂકમાં મજબૂત વૃદ્ધિ થઈ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)