નવી દિલ્હી: કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યામાં વધારા સાથે નાણાકીય સ્વતંત્રતા અને આત્મ-નિર્ભરતામાં વધારો થઈ રહ્યો છે. દેશભરની મહિલાઓ દરેક એવી તકો અને રોજગારની ભૂમિકા પસંદ કરી રહી છે કે જ્યાં અત્યાર સુધી પુરુષોનું વર્ચસ્વ વધુ હતું. 2022માં જોબ અને પ્રોફેશ્નલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apnaએ મોટા શહેરોની બહાર ટિઅર 1 અને ટિઅર 2 શહેરોમાં 3 કરોડથી વધુ મહિલાઓ નોકરીની શોધ કરી રહી છે. આ પ્લેટફોર્મ ઉપર મહિલા યુઝર્સની સંખ્યામાં વાર્ષિક 36 ટકાની વૃદ્ધિ થઇ છે. apnaએ તેના પ્લેટફોર્મ ઉપર નવા મહિલા યુઝર્સની સંખ્યામાં આશરે 80 ટકાનો વધારો જોયો છે.
ચંદીગઢ અને લખનઉ જેવાં ટિયર 2 શહેરોમાં મહિલાઓ તરફથી નોકરી માટે પ્રાપ્ત અરજીઓમાં ટોચના સ્તરે છે, વર્ષ 2022માં અનુક્રમે વાર્ષિક 71 ટકા અને 55 ટકાનો વધારો થયો છે. મહિલાઓ દ્વારા સૌથી વધુ ટેલીકોલિંગ, બીપીઓ અને બેક ઓફિસ જેવી શ્રેણીઓમાં નોકરી માટે અરજીઓ કરાઇ છે. વર્ષ 2022માં ટિયર 2 અને બીજા શહેરોની મહિલાઓએ પ્લેટફોર્મ ઉપર લગભગ 10 મિલિયન પ્રોફેશ્નલ ઈન્ટરવ્યૂ આપ્યા હતા. apna.coના ચીફ બિઝનેસ ઓફિસર માનસ સિંઘે એક નિવેદનમાં કહ્યું હતું કે,“apna મહિલાઓના સશક્તિકરણ માટે તથા તેમના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બનવા હંમેશા કટીબદ્ધ રહ્યું છે. વર્ષ 2022 સૂચવે છે કે મહિલા યુઝર્સ માત્ર જરૂરિયાત માટે જ નહીં, પરંતુ નાણાકીય રીતે સ્વતંત્ર બનવા તથા સ્પર્ધાત્મક રોજગાર માર્કેટમાં પોતાની ઓળખ બનાવવા માટે નોકરી ઇચ્છી રહી છે.નાઇટ શિફ્ટ નોકરીએ માટે 60 ટકાથી વધુ મહિલાઓએ અરજી કરી હતી.
મહિલા કર્મચારીઓની વિક્રમજનક માગ: apnaએ તેના પ્લેટફોર્મ ઉપર પાર્ટ-ટાઇમ નોકરીઓની પોસ્ટિંગ્સમાં 2.5 ગણી વૃદ્ધિ તથા ફુલ-ટાઇમ નોકરીઓની પોસ્ટિંગમાં 3 ગણી વૃદ્ધિ જોઇ છે. કામના સ્થળને વૈવિધ્યસભર બનાવવા મહિલાઓ માટે સૌથી વધુ નોકરી પોસ્ટ કરતી કંપનીઓમાં પેટીએમ, ઝોમાટો, રેપિડો અને સ્વિગી જેવી કંપનીઓ પ્રમુખ પાર્ટનર છે. હૈદરાબાદ, કોલકત્તા અને ચેન્નઇ જેવાં ટિયર 1 શહેરો ઉપરાંત ઇન્દોર જેવાં ટિયર 2 શહેરોમાં જોબ પોસ્ટિંગ્સમાં વાર્ષિક 28 ટકાનો વધારો થયો છે, જ્યારેકે ચંદીગઢ અને લખનઉ પ્રત્યેકે 15 ટકાની વૃદ્ધિ જોઇ છે.