અમદાવાદઃ સાઉથ ઈન્ડિયન બેંક અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે દેશભરમાં SAILના ડીલરોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા. સાઉથ ઈન્ડિયન બેંકના પ્રવીણ જોય (ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગ્રુપના હેડ) અને SAILના સુરેન્દ્ર કુમાર શર્મા (ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સના CGM) વચ્ચે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. સાઉથ ઈન્ડિયન બેંકના MD અને CEO મુરલી રામક્રિષ્નને જણાવ્યું હતું કે 928 શાખાઓના અમારા નેટવર્ક સાથે, અમે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સ્થિત MSME અને SAILના કોર્પોરેટ ગ્રાહકોને સેવા આપી શકીશું. સુરેન્દ્ર શર્મા, SAILના CGM – ફાઇનાન્સ અને CMO, વધુ વિગત આપતા જણાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટે સ્ટીલ એક આવશ્યક ઘટક છે. SAIL ડીલરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે જે વર્ચ્યુઅલ રીતે દેશના તમામ જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત સ્ટીલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે.