અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી: નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરની ક્ષમતામાં વધારો કરનારા અને પશ્ચિમ ભારત માટે લોજિસ્ટિક્સ અને વેપારના એકીકૃત પ્રવેશદ્વારની ભૂમિકાને મજબૂત બનાવનારા સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનો ફેડએક્સ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ આજે શિલાન્યાસ કર્યો છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલા અને પ્રાદેશિક એકત્રીકરણ અને પુનઃવિતરણ હબના સ્વરુપમાં ડિઝાઇન કરાયેલા આ હબ માટે ફેડએક્સનુંરુ.2,500 કરોડનું લાંબા ગાળાનું રોકાણ સૂચિત300,000 ચોરસ ફૂટ સુવિધાને બળઆપશે. પશ્ચિમ ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરને મજબૂત બનાવવા માટે આ હબ એરપોર્ટના મલ્ટિમોડલ આંતરમાળખાનો ઉપયોગ કરશે. આ હબ કાર્યરત થયા બાદ લોજિસ્ટિક્સ, ગોદામો, પરિવહન અને સંલગ્ન સેવાઓમાં 6,૦૦૦ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

આ વિકાસ દક્ષિણપૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વેપારના વલણને આધાર આપીને ભારતના પ્રાથમિક વેપાર કોરિડોરમાં સીધા વૈશ્વિક માળખાના જોડાણને એમ્બેડ કરવા સાથે અદ્યતન સ્વચાલિત સોર્ટિંગ સિસ્ટમ્સ, ડાયમેન્શનલ સ્કેનિંગ, હાઇ-સ્પીડ સ્ક્રીનીંગ ટેકનોલોજી અને સમર્પિત એરક્રાફ્ટ પાર્કિંગ બેઝથી સજ્જ આ સુવિધા  ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ઇજનરેી માલ સામાન, ફાર્માસ્યુટિકલ્સ અને નાશવંત જેવા ઉચ્ચ-મૂલ્ય અને સમય-સંવેદનશીલ ક્ષેત્રો માટે ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ શિપમેન્ટની એક સાથે પ્રક્રિયાને સક્ષમ બનાવશે અને રૂટની લવચીકતા અને ટ્રાન્ઝિટ સમયની આગાહી વધારશે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSMEs) માટે સુધારેલી વિશ્વસનીયતામાં સુધારાથી નિકાસ-આયાત ક્ષમતાઓ મજબૂત થવાની પણ અપેક્ષા છે, વધુમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને ઝડપી ટર્નઅરાઉન્ડના સમયમાં યોગદાન આપે છે.

આ વિમાની મથકનું માલ-સામાન માળખું વાર્ષિક અંદાજીત 0.5 મિલિયન મેટ્રિક ટનની પ્રારંભિક હેન્ડલિંગ ક્ષમતા સાથે શરૂ કરવાની યોજના છે, જે તેના વિકાસના છેલ્લા તબક્કામાં ક્રમશ; આશરે 3.25 મિલિયન મેટ્રિક ટન સુધી વધશે.