અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ ગોલ્ડ પ્લસ ગ્લાસ ઇન્ડસ્ટ્રી એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ફ્લોટ ગ્લાસ માટે ઉત્પાદન ક્ષમતામાં 22 ટકા હિસ્સા સાથે ભારતમાં બીજા ક્રમના સૌથી મોટા ફ્લોટ ગ્લાસ ઉત્પાદક છે.

કંપની ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત)ના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 500 કરોડ (“ફ્રેશ ઇશ્યૂ”)ના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર ફોર સેલ”) દ્વારા 15,667,977 ઇક્વિટી શેર્સનો સેલ સામેલ છે.

આ ઓફર ફોર સેલમાં સુરેશ ત્યાગી દ્વારા 1,019,995 સુધીના ઇક્વિટી શેર્સ, જિમ્મી ત્યાગી દ્વારા 1,019,995 સુધીના ઇક્વિટી સેર્સ (“સામૂહિક રીતે, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”), I અપોર્ચ્યુનિટિઝ ફંડ – I દ્વારા 10,277,987 સુધીના ઇક્વિટી શેર્સ, કોટક સ્પેશિયલ સિચ્યુએશન ફંડ દ્વારા 3,350,000 સુધીના ઇક્વિટી શેર્સ (“સામૂહિક રીતે, ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) સામેલ છે. (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ” અને “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”, “સેલિંગ શેરહોલ્ડર્સ” બંનેને જોડીને)

લિસ્ટિંગઃલીડ મેનેજર્સઃઇશ્યૂના મુખ્ય હેતુઓ
શેર્સ BSE અને NSE ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.IIFL સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, કોટક મહિન્દ્રા કેપિટલ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સએકત્રિત ભંડોળનો ઉપયોગ કેટલાંક ઉધારનું રિપેમેન્ટ, પ્રીપેમેન્ટ, કોર્પોરેટ સામાન્ય હેતુઓ માટે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)