NSEનો ત્રિમાસિક ગાળાનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 1,975 કરોડ થયોપ્રથમ નવ મહિનામાં NSEએ સરકારી તિજોરીમાં રૂ. 28,131 કરોડનું પ્રદાન કર્યું

મુંબઇ, 12 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી કન્સોલિડેટેડ ધોરણે રૂ. 3,517 કરોડની આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 25%નો વધારો દર્શાવે છે. NSEએ નાણાંકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ ધોરણે રૂ. 1,975 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 8% વધુ હતો. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા નફાનું માર્જિન 51% હતું. શેરદીઠ આવક રૂ. 36.90ની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 39.90 રહી હતી.

ટ્રેડિંગ વોલ્યુમની બાબતે કેશ માર્કેટ્સે રૂ. 80,512 કરોડના એવરેજ ડેઈલી ટ્રેડેડ વોલ્યુમ્સ (એડીટીવી) નોંધાવ્યા હતા (વાર્ષિક ધોરણે 50% વધુ) જ્યારે ઇક્વિટી ફ્યુચર્સ રૂ. 1,31,010 કરોડના એડીવીટીએ પહોંચ્યા હતા (વાર્ષિક ધોરણે 18% વધુ) અને ઇક્વિટી ઓપ્શન્સ (પ્રિમિયમ વેલ્યુ) રૂ. 56,707 કરોડે રહ્યા હતા (વાર્ષિક ધોરણે 28% વધુ). ત્રીજા ત્રિમાસિક ગાળામાં કેશ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ માટે એકંદરે વોલ્યુમ વાર્ષિક ધોરણે 29% વધ્યા હતા જ્યારે ટોટલ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ વાર્ષિક ધોરણે માત્ર 18% વધ્યા હતા. 1 એપ્રિલ, 2023ની અસરથી વધેલા ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પાછા ખેંચવાના લીધે આ ફેરફાર જોવાયો હતો.

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ધોરણે NSEએ રૂ. 3,170 કરોડની કુલ ઓપરેટિંગ આવક દર્શાવી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 2,629 કરોડ કરતાં વાર્ષિક ધોરણે 21% વધુ હતી. સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 1,620 કરોડનો કુલ ખર્ચ નોંધાવ્યો હતો. આ ખર્ચ પૈકી લગભગ 50% એટલે કે રૂ. 810 કરોડનો ખર્ચ સેબી રેગ્યુલેટરી ફી, સેબીની ઇચ્છા મુજબ કોર એસજીએફમાં વધારાના પ્રદાન તથા આઈપીએફટીમાં પ્રદાન માટે હતો.

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિનામાં NSEએ કોર સેટલમેન્ટ ગેરંટી ફંડ કોર્પસને હાલના લગભગ રૂ. 5,000 કરોડથી વધારીને રૂ. 10,000 કરોડ સુધી લઈ જવા માટે સેબીની ઇચ્છા મુજબ વધારાનું રૂ. 1,167 કરોડનું પ્રદાન કર્યુ હતું. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઓપરેટિંગ એબિટા લેવલે NSEએ સ્ટેન્ડઅલોન ધોરણે 52%નું એબિટા માર્જિન નોંધાવ્યું હતું જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં 73% હતું. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે NSEએ સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 1,377 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 1,568 કરોડ હતો. સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખા નફાનું માર્જિન 40% રહ્યું હતું.

એસટીટીની આવક 2023-24ના પ્રથમ 9 મહિનાના ગાળા માટે ભારત સરકારના પ્રત્યક્ષ કરના 1.47%

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિના દરમિયાન NSEએ સરકારી તિજોરીમાં રૂ. 28,131 કરોડનું પ્રદાન કર્યુ હતું જેમાં રૂ. 23,137 કરોડનો એસટીટી, રૂ. 1,490 કરોડનો આવક વેરો, રૂ. 1,456 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી, રૂ. 1,257 કરોડનો જીએસટી અને રૂ. 791 કરોડના સેબી ચાર્જીસનો સમાવેશ થાય છે. એસટીટી સંદર્ભે ભારત સરકારના વાર્ષિક બજેટ અંદાજ મુજબ લગભગ 83.75% નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિનાના ગાળા દરમિયાન એકત્રિત કરવામાં આવ્યો હતો. એસટીટીની આવક નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ નવ મહિનાના ગાળા માટે ભારત સરકાર દ્વારા મેળવવામાં આવેલા પ્રત્યક્ષ કરના લગભગ 1.47% જેટલી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)