અમદાવાદ, 15 જુલાઇઃ HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો ચોખ્ખો નફો 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 15 ટકા વધીને રૂ. 479 કરોડ થયો હતો. વીમા કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 415 કરોડનો નફો નોંધાવ્યો હતો. ત્રણ બ્રોકરેજના સર્વેક્ષણમાં HDFC લાઇફનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 478 કરોડનો અંદાજ હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીની ચોખ્ખી પ્રીમિયમ આવક રૂ. 12,548 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં રૂ. 11,508 કરોડ હતી. VNB માર્જિન 25 ટકા પર; નવા બિઝનેસનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 6,400 કરોડ થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)