ગીફ્ટ સિટી, ગાંધીનગર, 13 જૂન 2026: આઈટી સોલ્યુશન્સ અને સર્વિસીસ પૂરી પાડતી વૈશ્વિક કંપની હેક્સાવેર ટેક્નોલોજીસે [NSE: HEXT] આજે ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ હબ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરાયેલા આ સેન્ટર દ્વારા હેક્સાવેર તેના ગ્લોબલ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સ (બીએફએસઆઈ) ક્ષેત્રના ગ્રાહકોને ડિજિટલ સોલ્યુશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન, ડેટા એન્જિનિયરિંગ અને નેક્સ્ટ-જનરેશન સોફ્ટવેર સર્વિસીસ પૂરી પાડશે.

કંપની આશરે 1,000 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન કરશે
અમદાવાદ અને ગુજરાતમાં હેક્સાવેરની પહેલેથી જ મજબૂત હાજરી આ રોકાણનો આધાર બની છે. ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલા નવા સેન્ટર દ્વારા કંપની એક એવું ટેક્નોલોજી અને ઇનોવેશન હબ વિકસાવી રહી છે, જે વૈશ્વિક બજારોમાં કાર્યરત નાણાકીય સંસ્થાઓને સેવાઓ આપશે. આગામી ત્રણ વર્ષમાં કંપની આશરે 1,000 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન કરવાની યોજના ધરાવે છે. તેમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એઆઈ, ક્લાઉડ, ડેટા એનાલિટિક્સ, બિઝનેસ ઓપરેશન્સ અને ગ્રાહક અનુભવ સંબંધિત સેવાઓનો સમાવેશ થશે.

હેક્સાવેરના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર. શ્રીકૃષ્ણાએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, ટેક્નોલોજી અને ઇનોવેશનનું અનોખું કેન્દ્ર છે. ગિફ્ટ સિટીમાં અમારો વિસ્તાર અમારી એ વ્યૂહરચના સાથે સુસંગત છે, જેમાં અમે ગ્રાહકોની વધુ નજીક રહીને ભારતની અદ્વિતીય ટેલેન્ટ ઇકોસિસ્ટમનો લાભ લઈ શકીએ છીએ. ગુજરાતના ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા અને કુશળ વ્યાવસાયિકો માટે સારી કારકિર્દીની તકો ઊભી કરવા અમે ઉત્સાહિત છીએ.”

હેક્સાવેરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિકાશ કુમાર જૈને જણાવ્યું હતું કે, “હેક્સાવેર જેવી કંપની માટે ગિફ્ટ સિટી ખૂબ જ આકર્ષક તક પૂરી પાડે છે. અહીંનું નાણાકીય સેવા ક્ષેત્ર, કુશળ પ્રતિભાઓ અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નીતિગત માળખા જેવી તમામ બાબતોને કારણે અમારા માટે આ નિર્ણય સ્વાભાવિક હતો.” આ સેન્ટર દ્વારા કંપની વિશ્વભરના બજારોમાં તેના બીએફએસઆઈ ક્ષેત્રના ગ્રાહકોને વધુ અસરકારક રીતે સેવાઓ પૂરી પાડી શકશે.

ગુજરાત ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ડેસ્ટિનેશન
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં હેક્સાવેરના ડિલિવરી સેન્ટરની સ્થાપના એ દર્શાવે છે કે ગુજરાત ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ડેસ્ટિનેશન તરીકે મજબૂત સ્થાન ધરાવે છે. રાજ્ય છેલ્લા ઘણા સમયથી આવા ઉચ્ચ મૂલ્યના રોકાણોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યું છે.” ગિફ્ટ સિટી ખાતેનું આ નવું સેન્ટર ભારતમાં હેક્સાવેરના વિસ્તરતા ડિલિવરી નેટવર્કમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

