INFLUX Healthtech Limited એ NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, વેટરનરી ફીડ, આયુર્વેદ અને હોમકેર પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવતી અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કંપની ઇનફ્લક્સ હેલ્થટેક લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાની જાહેરાત કરી છે. મુંબઇ સ્થિત કંપનીના આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 46,32,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 13,68,000 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ સામેલ છે. સેલિંગ શેરહોલ્ડર મુનિર અબ્દુલ ગની ચાંદનીવાલા દ્વારા ઓફર ફોર સેલ થઇ રહ્યું છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને માશિતલા સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
ઇનફ્લક્સ હેલ્થટેક કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CMO) છે, જે ડાયટરી-ન્યુટ્રાસ્યુટિકલ્સ સપ્લીમેન્ટ્સ, કોસ્મેટિક્સ, આયુર્વેદ-હર્બલ, વેટરનરી ફીડ સપ્લીમેન્ટ્સ અને હોમકેર સેગમેન્ટમાં વૈવિધ્યસભર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ (API) અને ફિનિશ્ડ ડોસેજ ફોર્મ જેમકે ટેબલેટ, કેપ્સ્યુલ, લિક્વિડ ઓરલ અને પાઉડર સામેલ છે. કંપની મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ અદ્યતન ઉત્પાદન સુવિધાનું સંચાલન કરે છે.
DRHP મૂજબ કંપની આઇપીઓમાંથી પ્રાપ્ત કુલ ભંડોળમાંથી રૂ. 21.61 કરોડનો ઉપયોગ ન્યુટ્રાસ્યુટિકલ ડિવિઝન માટે નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવા, રૂ. 8.76 કરોડ વેટરનરી ફૂડ ડિવિઝન માટે નવી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા તેમજ રૂ. 2.66 કરોડ હોમકેર અને કોસ્મેટિક ડિવિઝન માટે મશીનરીની ખરીદી માટે ઉપયોગમાં લેવાની યોજના ધરાવે છે. બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
ઇનફ્લક્સ હેલ્થટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 11.22 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 99.96 કરોડની આવક નોંધાવી હતી, જેની સામે અગાઉના નાણાકીય વર્ષમાં આવક રૂ. 76.05 કરોડ અને નફો રૂ. 7.19 કરોડ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)