નાસિક, 19 જૂનઃ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં કેબીસી ગ્લોબલ લિમિટેડ (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ તરીકે ઓળખાતી હતી)ને સીઆરજેઈ (ઈસ્ટ આફ્રિકા) લિમિટેડ દ્વારા 20 મિલિયન યુએસ ડોલરના મહત્વપૂર્ણ સબ-કોન્ટ્રાક્ટ મળ્યો છે. સીઆરજેઈ સમગ્ર આફ્રિકામાં રેલવે અને ફાઇવ-સ્ટાર હોટલ્સ બનાવવાનો બિઝનેસ કરતી કંપની છે.

કેબીસી ગ્લોબલની સંપૂર્ણ માલિકીની કેન્યન પેટાકંપની કાર્ડા ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આ કોન્ટ્રાક્ટ મેળવાયો હતો જે આફ્રિકન માર્કેટમાં કંપનીની વધી રહેલી હાજરી દર્શાવે છે. આ સિદ્ધિ સાથે, કેબીસી ગ્લોબલ પૂર્વ આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર છે, જે પ્રદેશની મહત્વાકાંક્ષી વૃદ્ધિ અને વિકાસના લક્ષ્યોને અનુરૂપ છે. ચીનના રેલ્વે મંત્રાલય હેઠળના જિયાનચાંગ એન્જિનિયરિંગ બ્યુરોની TAZARA કન્સ્ટ્રક્શન સહાયક ટીમમાંથી ઉદ્દભવેલી સીઆરજેઈ એ પ્રતિષ્ઠિત ચાઇના રેલ્વે કન્સ્ટ્રક્શન ગ્રુપ કંપનીનો પણ એક ભાગ છે, જે પૂર્વ આફ્રિકામાં વ્યાપાર વિકાસને આગળ વધારવા માટે સ્થપાયેલી છે.

કંપની મુખ્યત્વે બે વિભાગોમાં કામ કરે છે: રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું બાંધકામ અને વિકાસ અને કરાર આધારિત પ્રોજેક્ટ. કંપનીના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં હરિ ગોકુલધામ, હરિ નક્ષત્ર-2 ઇસ્ટેક્સ્ટ ટાઉનશિપ, હરિ સંસ્કૃતિ 2, હરિ સિદ્ધિ, અને હરિ સમર્થ વગેરેનો સમાવેશ થાય છે.

4 જૂન, 2024ના રોજ કંપનીએ જાહેરાત કરી કે તેણે એપ્રિલ અને મે 2024ના મહિના દરમિયાન તેના રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ હરિ કુંજ મેફ્લાવર (RERA Reg no : P51600020249) માંથી 12 યુનિટનું પઝેશન સફળતાપૂર્વક સોંપ્યું હતું. ગુડી પડવા નિમિત્તે કંપનીએ હરિ કુંજ મેફ્લાવર (MAHARERA Reg no : P51600020249) પ્રોજેક્ટના 54 એકમોનું પઝેશન સફળતાપૂર્વક સોંપ્યું છે જે મહારાષ્ટ્રના નાસિકમાં કર્મયોગીનગર ખાતે સ્થિત એક રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ છે. નાણાંકીય વર્ષ 2022-23માં કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડે રૂ. 10,818.56 લાખની આવકો નોંધાવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)