મ્યુચ્યુઅલ ફંડોના રોકાણમાં લાર્જકેપની સરસાઇઃ ચાર્ટીસ્ટોમાં નિફ્ટીના સુધારાને લઇને નિરાશા
દિવીસ લેબ 5% ઉછળ્યો,અન્ય ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ સુધારો | વોડાફોનમાં કુમાર મંગલમ બિરલા-પીલાણી ઇન્વેસ્ટમેન્ટ્સની લેવાલી |
માર્કેટ બ્રેડ્થમાં જોરદાર સુધારો, ગાલા પ્રીસીશન 5 ટકાની નીચલી સર્કીટે | બજાજ હાઉસીંગ ફાઇનાન્સ આઇપીઓ બીજા દિવસે જ 7-8 ગણો ભરાયો |
એફઆઇઆઇની નેટ લેવાલી | નિફ્ટીના પાંચે ય ટોપ લુઝર્સ ફાઇનાન્સીયલ સર્વીસ ક્ષેત્રના, પેકેજ્ડ ફુડ્સના શેરો જીએસટી ઘટતાં સુધર્યા |
અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ સોમવારથી શરૂ થયેલો સુધારો મંગળવારે વ્યાપ વિસ્તારીને આગળ વધ્યો હતો. એનએસઇના 77માંથી 69 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા અને તેમાં દરેક પ્રકારના કેપના, સેક્ટરોના અને થિમેટીક ઇન્ડેક્સોનો સમાવેશ થતો હતો. નિફ્ટી 0.42%, 104.70 પોઇન્ટ્સ સુધરી 25000નો પોપ્યુલર ફીગર ક્રોસ કરી 25041.10 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પણ 0.44%, 361.75 પોઇન્ટ્સ વધી 81921.29 થઇ ગયો હતો. જોકે બેન્ક નિફ્ટી પ્રમાણમાં ઓછી આક્રમકતા દાખવી 0.30% , 154.50 પોઇન્ટ્સના ગેઇને 51272.30 રહ્યો હતો. અમેરિકાના ચાઇનીઝ બાયોટેક કંપનીઓને લક્ષ્ય બનાવી કાયદો ઘડવાના મનસૂબાના કારણે આ ક્ષેત્રની ભારતીય કંપનીઓને ફાયદો થશે એવી અપેક્ષાએ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ તરીકે દિવીસ લેબ 5.23% વધી 5444ના સ્તરે બંધ રહ્યો હતો. 5મી સપ્ટેમ્બરને ગુરૂવારથી રોજ નવો બાવન સપ્તાહનો હાઇ બનાવે છે. મંગળવારે પણ બે સપ્તાહની એવરેજથી 4 ગણા વોલ્યુમે , 38 ટકા ડિલીવરી ટ્રેડ સાથે 5450નો નવો ઐતિહાસિક હાઇ ટચ કર્યો હતો. મજાની વાત એ છે કે સેન્સેક્સનું પ્રતિનિધિત્વ કરતા શેરોમાં નથી દિવીસ લેબ કે નથી ડૉ. રેડ્ડી! સેન્સેક્સમાં ફાર્મા અને હેલ્થકેરનું પ્રતિનિધિત્વ એક માત્ર સન ફાર્મા કરે છે. એ શેર એકાદ ટકો સુધરી રૂ. 1838.50ના સ્તરે વિરમ્યો હતો. બીજી તરફ નિફ્ટીના ફાર્મા અને હેલ્થકેરનું પ્રતિનિધિત્વ કરતાં અન્ય શેરો એપોલો હોસ્પીટલ 0.95% વધી 6926, સીપ્લા 0.65%ના ગેઇને 1630 , ડૉ. રેડ્ડી 0.08% ટકાના મામૂલી સુધારાએ 6661 અને સેન્સેક્સ નિફ્ટીમાં કોમન ફાર્મા શેર સન ફાર્મા 0.78% વધી 1836ના સ્તરે બંધ રહ્યા હતા. એનએસઇના હેલ્થકેર અને ફાર્મા ઇન્ડેક્સોના સિન્જેન, ગ્રેન્યુલ્સ અને લોરસ લેબ 3% ઉપરાંત સુધરી અનુક્રમે 929,689 અને 507 ક્લોઝ રહ્યા હતા.
વિશ્વભરના રોકાણકારો અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવારો કમલા હેરીસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારા ડીબેટ પરથી જીતના અનુમાનો ઉપરાંત કોણ જીતે તો કેટલી તેજી-મંદી થઇ શકે એનો ક્યાસ કાઢવાની કોશીષ કરશે. ઉપરાંત 18મી સપ્ટેમ્બરની મીટીંગમાં અમેરિકાનું ફેડરલ રિઝર્વ 0.25 કે 0.50 ટકા વ્યાજ કપાતની જાહેરાત કરે છે તેના પર પણ બજારની નજર છે. એનએસઇ ખાતે નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 0.31% ઘટી 23649, મિડકેપ સિલેક્ટ 1.36% વધી 13184 અને નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.22% ના ગેઇને 74737ના લેવલે બંધ રહ્યાં હતા. મ્યુ. ફંડોના લાર્જકેપ ફંડોમાં ઓગષ્ટમાં રોકાણમાં ભારે વધારો થયો હોવાના અહેવાલ પછી પણ ચાર્ટીસ્ટો નિફ્ટી 25700 આ સપ્તાહે દેખાડશે નહીં એવો મત વ્યક્ત કરે છે. એનએસઇમાં સૌથી વધુ મિડીયા ઇન્ડેક્સ 2.69% પ્લસ થઇ 2107 રહ્યો હતો. આ ઇન્ડેક્સ કરતાં ડબલ સુધારો નોંધાવનાર ઘટક શેરો હતા – હેથવે રૂ. 21.45, સારેગમ રૂ. 525, નઝારા રૂ. 966 અને ઝી 139. નિફ્ટી ફિફ્ટીના એલટીઆઇ માઇન્ડ ટ્રી 3% વધી 6332, એનટીપીસી અઢી ટકા વધી 399, ભારતી એરટેલ સવા બે ટકાના સુધારાએ 1577 અને વિપ્રો 2% વધી રૂ. 525 બંધ રહ્યા હતા. નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરતાં ઘટનારા તમામ શેરો ફાઇનેન્સના હતા. એચડીએફસી લાઇફ 4.40% તૂટી 703, એસબીઆઇ લાઇફ 2.46% ડાઉન થઇ 1855, શ્રીરામ ફાઇનાન્સ 1.80% ઘટી 3256, બજાજ ફિનસર્વ 1.75%ના લોસે 1828 અને બજાજ ફાઇનાન્સ 1.41% ઘટી 7244ના સ્તરે બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 34, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 28, નિફ્ટી બેન્કના 12માંથી 8, નિફ્ટી ફાઇનાન્સના 20માંથી માત્ર 3 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 20 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30માંથી 22 અને બેન્કેક્સના 10માંથી 7 શેરો એડવાન્સીસના લીસ્ટમાં હતા.
એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2822 ટ્રેડેડ શેરોમાંથી 1900 વધ્યાં, 841 ઘટ્યાં અને 81 સ્થિર રહેતાં બ્રોડ માર્કેટમાં પણ સુધારાનો વ્યાપ વધ્યો હોવાની પ્રતિતી થાય છે. બાવન સપ્તાહના નવા હાઇ 150 શેરોએ અને નવા લો 21 શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 124 તો નીચલી સર્કીટે 56 શેરો ગયા હતા.
એનએસઇના 77માંથી 69 ઇન્ડાઇસીસ સુધરતાં તેજી બ્રોડબેઝ હોવાનું માની શકાય
એનએસઇના 77માંથી 69 ઇન્ડાઇસીસ વધ્યા હોવાથી વર્તમાન તેજી બ્રોડબેઝ હોવાનું તારણ નિકળે છે. મિડીયા ઉપરાંત ટોપ ફાઇવ ગેઇનર્સ ઇન્ડેક્સોમાં આઇટી(1.73%), માઇકોકેપ 250 (1.72%), ઇન્ડીયા ડિજીટલ (1.64%) અને નિફ્ટી મિડકેપ 50 (1.43%) વધીને અનુક્રમે 42644, 25209,9558 અને 16562 ના લેવલે બંધ રહ્યા હતા.સોમવારે ઘટેલા નિફ્ટી પીએસઇ ઇન્ડેક્સે 0.32% વધી 10929 અને સીપીએસઇએ 0.93%ના વધી 6984 બંધ આપ્યા હતા.
બજાજ હાઉસીંગ ફાઇનાન્સ આઇપીઓ અપડેટ
બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો સોમવારે ખુલેલો આઇપીઓ બીએસઇ વેબસાઇટની માહિતી મુજબ પહેલા બે દિવસમાં સાડા સાત ગણો ભરાઇ ગયો છે. રૂ. 10ની ફેસ વેલ્યુના શેરની અરજી માટે પ્રાઇસ બેન્ડ રૂ. 66થી 70ની છે.
ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) પોર્શન સાડા સાત ગણો, નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) પોર્શન સાડા સોળ ગણો , રિટેલ પોર્શન 4 ગણો અને શેરહોલ્ડરો માટે રિઝર્વ્ડ પોર્શન સાડાનવ ગણો ભરાયો હોવાનું બીએસઇના વેબસાઇટ પરથી જાણવા મળે છે.
ગાલા પ્રીસીશન, દીપ ઇન્ડસ્ટ્રીઝ ઘટ્યાં સામે સૂઝલોન, ગોપાલ ફુડ્સ વધ્યા
સોમવારે લીસ્ટીંગ થયેલા ગાલા પ્રીસીશન એન્જીન્યરીંગમાં મંગળવારે 5 ટકાની નીચલી સર્કીટ લાગતાં ભાવ રૂ. 747 થઇ ગયો હતો.દીપ ઇન્ડસ્ટ્રીઝ પણ સોમવારે 20 ટકાવધ્યા પછી મંગળવારે 5.16% ઘટી રૂ. 452.55ના સ્તરે બંધ રહ્યો હતો.
વોડાફોન આઇડીયા અઢી ટકા વધી રૂ. 13.53 થયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ કુમાર મંગલમ બિરલાએ 6ઠ્ઠી સપ્ટેમ્બરે 1.86 કરોડ શેરો ખરીદ્યા હતા. પીલાણી ઇન્વેસ્ટમેન્ટ્સનું પણ 30 લાખ શેરોનું બાઇંગ હતુ. ગોલ્ડમેન સાશે આ શેર વેચવાના રિપોર્ટમાં રૂ. 2.50નું ટારગેટ દર્શાવ્યા પછી આવેલી શુક્રવારે આવેલી વેચવાલીમાં ભાવ 11 ટકા ઘટી ગયો હતો.
સૂઝલોન એનર્જીની 29મી એજીએમ યોજાઇ હતી. શેરનો ભાવ 5 ટકાની ઉપલી સર્કીટે રૂ. 78 બંધ રહ્યો હતો.
પ્રીઝમ જોહ્નસન 20 ટકાની ઉપલી સર્કીટે રૂ. 208 બોલાતો હતો. રૂ. 209નો બાવન સપ્તાહનો હાઇ 22 ગણા વોલ્યુમે મંગળવારે નોંધાયો હતો. હૈદ્રાબાદ, તેલંગણાની આ કંપની સિમેન્ટ અને સિમેન્ટ ઉત્પાદનોમાં વ્યસ્ત છે.
વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ 16 ટકા ઉછળીને રૂ. 246, પશુપતિ એક્રેલોન 15 ટકા વધી રૂ. 63, નીરજ સિમેન્ટ 20 ટકાની સર્કીટે રૂ. 64, પેકેજ્ડ ફુડ્સના જીએસટીમાં ઘટાડો કરાયાના પગલે ગોપાલ સ્નેક્સ 7 ટકા વધી 348, સર્વેશ્વર ફુડ્સ 10 ટકાની ઉપલી સર્કીટે રૂ. 11.70 બંધ રહ્યા હતા.
એફઆઇઆઇની નેટ લેવાલી
એફઆઇઆઇની રૂ. 2208.23 કરોડની નેટ લેવાલી અને ડીઆઇઆઇની રૂ. 275.37 કરોડની નેટ વેચવાલીને પગલે એકંદરે રૂ. 1932.86 કરોડની લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 460.17 લાખ કરોડથી સ્હેજ વધી રૂ. 463.50 લાખ કરોડ થયુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)