Sunshine Pictures Limitedનો IPO 18 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 342 – 360
| રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 342થી રૂ. 360નો પ્રાઇસ બેન્ડ | એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 17 ઓગસ્ટ |
| બિડ/ઓફર ખુલવાની તા.18 ઓગસ્ટ | બિડ/ઓફર બંધ થવાની તારીખ 20 ઓગસ્ટ |
| બિડ્સ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે | રિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે |
12 ઓગસ્ટ, 2026: સનશાઇન પિક્ચર્સ લિમિટેડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા પોતાના ઇક્વિટી શેરનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગની તારીખ સોમવાર, 17 ઓગસ્ટ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 20 ઓગસ્ટ છે. ઓફરનો પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 342થી રૂ. 360 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
આ ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 48,00,034 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેનું કુલ મૂલ્ય વધુમાં વધુ રૂ. 172.80 કરોડ છે. આ ઉપરાંત, વધુમાં વધુ 30,37,157 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર પણ સામેલ છે, જેનું કુલ મૂલ્ય વધુમાં વધુ રૂ. 109.33 કરોડ છે. આ પૈકી વિપુલ અમૃતલાલ શાહ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 20,31,388 ઇક્વિટી શેર, એટલે કે રૂ. 73.13 કરોડ સુધીના શેર ઓફર કરી રહ્યા છે, જ્યારે શેફાલી વિપુલ શાહ દરેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 10,05,769 ઇક્વિટી શેર, એટલે કે રૂ. 36.21 કરોડ સુધીના શેર ઓફર કરી રહ્યા છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી રૂ. 112.5 કરોડ સુધીની રકમનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
સનશાઇન પિક્ચર્સ એક પ્રોડક્શન હાઉસ છે, જે ફિલ્મો, ટીવી સિરિયલ અને વેબ સિરીઝની કલ્પના, સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. કંપનીએ પોતાની પ્રથમ ફિલ્મ ‘ફોર્સ’ના નિર્માણ સાથે શરૂઆત કરી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યારથી કંપનીએ ‘કમાન્ડો: અ વન-મેન આર્મી’, ‘હોલિડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’, ‘ફોર્સ 2’, ‘કમાન્ડો 2: ધ બ્લેક મની ટ્રેઇલ’, ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી જાણીતી, વ્યાવસાયિક રીતે સફળ અને સામાજિક રીતે પ્રસ્તુત ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું છે. ‘ધ કેરાલા સ્ટોરી’ 2023માં રોકાણ સામે સૌથી વધુ વળતર આપનારી બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી, જે કંપનીની વ્યાવસાયિક આકર્ષણ અને વિવેચકોની પ્રશંસા વચ્ચે સંતુલન જાળવવાની ક્ષમતા દર્શાવે છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં સનશાઇન પિક્ચર્સે (1) કુલ 13 કોમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાંથી 7 પ્રતિષ્ઠિત સ્ટુડિયો સાથે સહ-નિર્મિત અને 6 ફિલ્મોનું સ્વતંત્ર રીતે નિર્માણ કરવામાં આવ્યું છે (2) 2 વેબ સિરીઝ, (3) 3 ટીવી સિરિયલ અને (4) 1 શોર્ટ કોમર્શિયલ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
કંપનીએ તાજેતરમાં સનશાઇન મ્યુઝિક અને સનશાઇન ડિજિટલ (ઓરિજિનલ્સ) નામના બે નવા વર્ટિકલ શરૂ કર્યા છે. હાલમાં કંપનીની યુટ્યુબ ચેનલ પર 36 ઓરિજિનલ મ્યુઝિક વીડિયો અને તેની પ્રથમ ડિજિટલ વેબ સિરીઝ ‘બાવરા મન’ તેમજ ‘અનકહીં’ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સનશાઇન પિક્ચર્સ આગામી સમયમાં નિર્માણ માટે 6 ફિલ્મો અને 2 વેબ સિરીઝની પણ યોજના ધરાવે છે.
કંપનીનો નાણાકીય દેખાવ એક નજરે:
| Period Ended | 31 Mar 2025 | 31 Mar 2024 |
| Assets | 131.28 | 97.38 |
| Total Income | 105.80 | 139.46 |
| PAT | 34.46 | 53.35 |
| NET Worth | 105.07 | 70.60 |
| Reserves and Surplus | 78.72 | 70.47 |
| Amount in ₹ Crore | ||
સનશાઇન પિક્ચર્સ તેની સમકક્ષ કંપનીઓની સરખામણીએ નોંધપાત્ર રીતે મજબૂત નફાકારકતા ધરાવતી કંપની તરીકે ઊભરી આવે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન સનશાઇન પિક્ચર્સે રૂ. 74.43 કરોડની સ્ટેન્ડઅલોન આવક સામે રૂ. 58.54 કરોડની એબિટા અને રૂ. 40.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ મુજબ કંપનીનું એબિટા માર્જિન 78.65 ટકા અને ચોખ્ખા નફાનું માર્જિન 53.77 ટકા રહ્યું હતું.
જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
