અમદાવાદ, 25 ઓગસ્ટ: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પ્રથમ વખત રૂ. 1,000 કરોડથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓની એલિટ લીગમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષમાં રૂ. 500 કરોડથી વધુની આવક અને રૂ. 100 કરોડથી વધુ કરવેરા પહેલાંનો નફો મેળવ્યો છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન પણ, કંપનીએ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 26.7%, એબિટામાં 21.4% વૃદ્ધિ અને કુલ આવકમાં 10.3% વૃદ્ધિ સાથે ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી હતી.

કંપનીએ ગુજરાતના મહેસાણા ખાતે સેફાલોસ્પોરીન પ્લાન્ટનું વિસ્તરણ પૂર્ણ કર્યું છે. આ પ્લાન્ટ આગામી 3 વર્ષમાં આશરે રૂ. 150 કરોડના વેચાણમાં ફાળો આપે તેવી અપેક્ષા છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી તે માત્ર 16 કંપનીઓમાં સામેલ છે. રેટિંગ એજન્સીઓમાં ક્રિસિલે કંપનીની બેંક સુવિધાઓ પર તેનું રેટિંગ ‘CRISIL A/Stable અને CRISIL A1’ માં અપગ્રેડ કર્યું છે. ઈકરાએ પણ કંપનીની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બેંક સુવિધાઓને અનુક્રમે A અને A1 માટે પુનઃપુષ્ટિ કરી છે. માર્ચ 2023 સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ 1.27% છે. કંપની હાલમાં 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીએ તાજેતરમાં કેનેડામાં નિકાસ શરૂ કરી છે. ટીજીએ – ઓસ્ટ્રેલિયા અને ઈયુ જીએમપી મંજૂરીઓ સાથે કંપની તેના નેટવર્કને 90થી વધુ દેશોમાં વિસ્તારશે.