મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જે આ પ્રકારનું સૌથી મોટું યુનિટ છે. રંગા રેડ્ડી જિલ્લાના મહેશ્વરમના જનરલ પાર્કમાં સ્થિત અને 3.45 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું, આ પ્રકારનું પ્રથમ ઈન્ટીગ્રેટેડ મેન્યુફેકચરિંગ યુનિટ ભારત અને GCC દેશોમાં તેના 14 મેન્યુફેકચરિંગ યુનિટમાં ગ્રુપનું સૌથી મોટું યુનિટ છે.

આ ઈન્ટીગ્રેટેડ મેન્યુફેકચરિંગ ફેસિલિટી ડિઝાઇન, રિફાઇનિંગ, ઉત્પાદન, ક્વોલિટી અસ્યોરન્સ, હોલમાર્કિંગ, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવી તમામ મહત્વપૂર્ણ કામગીરીને એક છત નીચે લાવે છે. આ યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 4.7 ટનથી વધુ સોનાના દાગીનાની અને 1.8 લાખ કેરેટ હીરાના દાગીનાની છે, તેની સોનાના શુદ્ધિકરણની વાર્ષિક ક્ષમતા 78 ટન છે.

વધારવામાં આવેલી ઉત્પાદન ક્ષમતાઓ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના આક્રમક રિટેલ વિસ્તરણને વેગ આપશે જે ‘મેક ઇન ઇન્ડિયા, માર્કેટ ટુ ધ વર્લ્ડ’ ના વિઝન સાથે સુસંગત છે.

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની સોના અને હીરાના ઝવેરાતની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અનુક્રમે 40.68 ટનથી વધુ અને 3.61 લાખ કેરેટથી વધુ છે, જે તેને વિશ્વના સૌથી મોટા ઝવેરાત ઉત્પાદકોમાંથી એક બનાવે છે.

આ ફેસિલિટીના લોન્ચ અંગે, માલાબાર ગ્રુપના ચેરમેન એમ. પી. અહમદે જણાવ્યું હતું કે, આ ફેસિલિટી વૈશ્વિક બજારો માટે ભારતમાં વિશ્વ કક્ષાની જ્વેલરીનું ઉત્પાદન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે ભારતને ઉત્તમ કારીગરી અને ડિઝાઇન શ્રેષ્ઠતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તરફ એક વ્યૂહાત્મક છલાંગ રજૂ કરે છે.

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી-ઇન્ડિયા ઓપરેશન્સ અશેર ઓ એ જણાવ્યું હતું કે, આ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં ઉત્કૃષ્ટ જ્વેલરીની વધતી જતી માગને પૂર્ણ કરવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે, જે અમારું સૌથી મોટું બજાર છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમે 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ

આ ફેસિલિટી યુએસએ, જર્મની, ઇટાલી અને તુર્કીથી આયાત કરવામાં આવેલી ઉચ્ચ-ચોકસાઇવાળી મશીનરીથી સજ્જ છે. સોના, હીરા, પ્લેટિનમ, જેમસ્ટોન અને CNC જ્વેલરી તેમજ સોનાના સિક્કા અને બાર બનાવવાની ક્ષમતા સાથે, આ યુનિટ વૈશ્વિક સ્તરે તેના પ્રકારનું એક અનોખું યુનિટ છે અને વિવિધ વૈશ્વિક બજારની માગને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વધુમાં, તેમાં એક ઇન-હાઉસ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને સમર્પિત કર્મચારી આવાસ છે, જે પ્રતિભાના વિકાસ અને માનવબળની સુખાકારીને પ્રોત્સાહન આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)