અમદાવાદ, 5 ઓક્ટોબરઃ ઇન્ટ્રા-ડે 600 પોઇન્ટના ગાબડાં સાથે સેન્સેક્સે 65000ની સાયોકલોજિકલ સપાટી તોડી ત્યારે માર્કેટમાં હેવોક મચી ગયો હતો. પરંતુ ધીરે ધીરે રિકવરી આવતાં 300+ પોઇન્ટના માઇનસ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ સતત નેગેટિવ ટ્રેન્ડ સાતે એક માસની નીચી સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટીની મલ્ટી મન્થ બોટમ 19250 પોઇન્ટની છે અને આ લેવલથી નિફ્ટી પાછો ફરે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. નિફ્ટીએ અવરલી ચાર્ટ ઉપર દોજી કેન્ડલની રચના કરી છે. સાથે સાથે ઓવરબોટ માર્કેટમાં રિકવરી રેલી આવે તો નિફ્ટી ફરી 19600 પોઇન્ટની સપાટી કૂદાવે તેવી શક્યતા પ્રબળ જણાય છે. પરંતુ ઇન્ટ્રા-ડે અને શોર્ટટર્મ ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખવાની સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી પણ પીએસયુ બેન્કોમાં હેવી વેચવાલીના કારણે નેગેટિવ ઝોનમાં રમી રહ્યો છે. 52 વીક હાઇ પહોંચેલા શેર્સમાં ખાસ કરીને પ્રોફીટ બુકિંગના કારણે બેન્ક નિફ્ટી માટે હવે 44500 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)