પુણે, 4 ઓક્ટોબર: જાવા યેઝદી મોટરસાઇકલ્સ ખાતે બે મોટરસાઇકલ્સ – જાવા 42 અને યેઝદી રોડસ્ટરનાં પ્રીમિયમ એડિશન્સનાં લોન્ચની જાહેરાત કરી છે. બંને પ્રીમિયમ વેરિયન્ટ્સ ચાર નવા આકર્ષક રંગનાં વિકલ્પો સાથે ઓફર કરવામાં આવ્યા છે, નવી જાવા 42 ડ્યુઅલ ટોનની કિંમત રૂ. 1,98,142થી શરૂ થાય છે, જ્યારે નવા યેઝદી રોડસ્ટરની કિંમત રૂ. 2,08,829થી શરૂ થાય છે, જે હાલનાં જાવા 42 અને યેઝદી રોડસ્ટર મોડલ્સની સાથે ડીલરશિપ્સ પર ઉપલબ્ધ છે. જાવા 42 રેન્જ હવે રૂ. 1,89,142 અને યેઝદી રોડસ્ટર રેન્જ રૂ. 2,06,142થી શરૂ થાય છે. (તમામ કિંમત એક્સ શોરૂમ દિલ્હી). ડ્યુઅલ ટોન વેરિયન્ટમાં ક્લિયર લેન્સ ઇન્ડિકેટર્સ, શોર્ટ-હેન્ગ ફેન્ડર્સ તથા નવું ડિમ્પલ્ડ ફ્યુઅલ ટેન્ક અને તેમાં પ્રીમિયમ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ છે.

આ ઉપરાંત, પ્રીમિયમ ડ્યુઅલ ટોન કલરવેઝનાં કોન્ટ્રાસ્ટને વધારવા માટે એન્જીન અને એક્ઝોસ્ટ ઘટકો પર રેવન ટેક્સચર ફિનિશ આપવામાં આવ્યો છે. ડ્યુઅલ ટોન કલરવેઝમાં કોસ્મિક રોક, ઇન્ફિનિટી બ્લેક, સ્ટારશિપ બ્લૂ અને સેલેસ્ટિયલ કોપર સામેલ છે. નવા વેરિઅન્ટમાં ફરીથી ડિઝાઈન કરાયેલ બેશ પ્લેટ, નવા હેન્ડલબાર માઉન્ટેડ મિરર્સ અને નવી હેન્ડલબાર ગ્રિપ્સ છે. તમામ જાવા 42 એ 294.7cc લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે જે 27.3PS અને 26.8Nmનું ઉત્પાદન કરે છે. માત્ર 5,750rpm પર ઉપલબ્ધ પીક ટોર્ક સાથે, 42 એ એક આદર્શ સિટી બાઇક છે. તે છ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે તેમ જાવા યેઝદી મોટરસાયકલના સીઈઓ આશિષ સિંઘ જોશીએ જણાવ્યું હતું.