અમદાવાદ, 5 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સ 286 પોઇન્ટના ઘટાડા સાથે 65226 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92 પોઇન્ટના ઘટાડે 19436 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો ગેપડાઉન ઓપનિંગ પછી નિફ્ટીએ એક તબક્કે 19400 પોઇન્ટની નીચે 19333 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના ટેકે 19400 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર ડ્રેગન ફ્લાય દોજી ટાઇપ કેન્ડલસ્ટીકની રચના કરી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી એક વાર 19200 પોઇન્ટન સપાટૂ સુધી ઘટી શકે છે.

નીચામાં 19000ની સપાટી તૂટે તો 18900 પોઇન્ટ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. 19200 મહત્વની ટેકાની અને 19800 મહત્વની રેઝિસ્ટન્સ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.

આજે જો નિફ્ટી 19478 પોઇન્ટ ઉપર પહેલી 15 મિનિટ ટકી જાય અને તે જ સપાટી ઉપર બંધ આપે તો માર્કેટમાં સુધારાની શક્યતા સમજવી અને જો 19394 તોડે તો માર્કેટમાં વધુ ઘટાડો જોવા મળી શકે તેવું સ્ટોક્સબોક્સનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

બેન્ક નિફ્ટી માટે 45000 પોઇન્ટની સપાટીએ મહત્વનું રેઝિસ્ટન્સ અને 43800 મહત્વનું સપોર્ટ લેવલ જણાય છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે સ્ટોપલોસ સાથે આગળ વધવાની ખાસ સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)