માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19735- 19659, રેઝિસ્ટન્સઃ 19857- 19902, ઇન્ટ્રા-ડે વોચઃ જિંદાલ સ્ટીલ, ડાબર
અમદાવાદ, 23 નવેમ્બરઃ નિફ્ટીએ બુધવારે 19800 પોઇન્ટની સપાટી કૂદાવવામાં સફળતા મેળવી છે. હવે 19850 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી ક્રોસ કરીને 3 દિવસ તેની ઉપર બંધ આપવું સુધારાની આગેકૂચ માટે જરૂરી રહેશે. ટેકનિકલી ચાર્ટ ઉપર હાયર હાઇ ક્લોઝ આપીને નિફ્ટીએ સુધારાની આગેકૂચનો સંકેત તો આપી જ દીધો છે. વોલેટિલિટી વધવા સાથે નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી શકે છે. પરંતુ તે પહેલાં 18500, 19000, 19200, 19450, 19550, 19700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની રહેશે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ અનુસાર આજ માટે નિફ્ટી માટે સપોર્ટ 19735- 19659 અને રેઝિસ્ટન્સ 19857- 19902 રહેશે.
ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, ડાબર ખરીદો, એશિયન પેઇન્ટમાં સાવચેતી
બેન્ક નિફટીએ નીચા મથાળે શરૂઆત કર્યા બાદ પીએસયુ બેન્ક સ્ટોક્સમાં નરમાઇના પગલે ઇન્ડેક્સે તેની 200 દિવસીય એવરેજને પણ એક તબક્કે તોડી હતી. જો એકવાર 43800 પોઇન્ટની સપાટીએ ક્રોસઓવર જોવા મળે તો મંદીના વેપારથી દૂર રહેવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવી રહ્યા છે. તેથી સ્ટોપલોસ સાથે વેલ્યૂબાઇંગનો આગ્રહ રાખવા સલાહ છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)