અમદાવાદ, 22 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને પશ્ચિમ બંગાળ સરકારે NSEના એસએમઈ પ્લેટફોર્મ એવા NSE ઈમર્જનો ઉપયોગ કરીને આઈપીઓ મિકેનિઝમ દ્વારા ફંડ એકત્ર કરવા અંગે રાજ્યના એમએસએમઈમાં જાગૃતિ ફેલાવવા માટે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારના એમએસએમઈ અને ટેક્સટાઇલ વિભાગના વિશેષ સચિવ દેબાશિષ બંદપાધ્યા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, મુંબઈ વચ્ચે આજે કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ ડો એચ કે દ્વિવેદી અને પશ્ચિમ બંગાળ સરકારના એમએસએમઈ તથા ટેક્સટાઇલ્સના અગ્ર સચિવ રાજેશ પાંડેની હાજરીમાં એમઓયુ કર્યા હતા. ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને એમઓયુના આદાનપ્રદાન માટે NSEનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમઓયુના ભાગરૂપે, NSE, પશ્ચિમ બંગાળ સરકારના સમર્થન સાથે સેમિનાર, એમએસએમઈ કેમ્પ, નોલેજ સેશન્સ, રોડ શો અને વર્કશોપ થકી જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો હાથ ધરશે અને NSE ઇમર્જ પ્લેટફોર્મ અને લિસ્ટિંગ પ્રક્રિયામાં રહેલી કંપનીઓને ફંડ એકત્રિત કરવા માટે રાજ્યભરની કંપનીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

પશ્ચિમ બંગાળ સરકારના એમએસએમઈ અને ટેક્સટાઇલ્સ વિભાગના અગ્ર સચિવ રાજેશ પાંડે જણાવ્યું હતું બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં, રાજ્યના એમએસએમઈને વૃદ્ધિની તકો માટે મૂડીબજારને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મૂડીબજાર પર લિસ્ટિંગ તેમને તેમની વૃદ્ધિની વાર્તાને બળ આપવા માટે મૂડી એકત્ર કરવામાં મદદ કરશે. આ NSE ઇમર્જ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારોના મોટા સમૂહને તેમના વ્યવસાયનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)