અમદાવાદ, 18 ડિસેમ્બરઃ અગાઉની તેજી અને આ વખતની તેજીમાં ફરક શું એવું કોઇ પૂછે તો કહી શકાય કે, અગાઉ 90 ટકા રોકાણકારો રાડો પાડતાં કે નર્યો સટ્ટો છે, ખાલી સેન્સેક્સ અને નિફ્ટી જ વધે છે અમારાં શેર્સ તો ઠેરના ઠેર જ છે. પરંતુ આ વખતે 90 ટકા રોકાણકારો સ્વીકારે છે કે, તેજી વાસ્તવિક છે…. અમારાં શેર્સમાં પણ થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. નિફ્ટી રોજ નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે. હવે ટેકનિકલી તેના માટે 21700ની રોક બોટમ બની રહી છે. અવરલી ચાર્ટ પણ દર્શાવે છે કે, સપોર્ટ લેવલ 21150 ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ગણાવી શકાય. નિફ્ટી માટે સોમવારના ઇન્ટ્રા-ડે લેવલ્સ સપોર્ટ 21297- 21138, રેઝિસ્ટન્સ 21554- 21652 હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ સિપલા, આઇટી શેર્સ, રિલાયન્સ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક.

બેન્ક નિફ્ટીએ શુક્રવારે જે હાયર લેવલે ખૂલ્યો તે જ લેવલે બંધ આપવા કોશિશ કરી છે. 46900 પોઇન્ટની આગલાં સપ્તાહની સપાટી જ આ સપ્તાહ દરમિયાન સપોર્ટ લેવલ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)