અમદાવાદ, 4 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50એ પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ્સ અને સ્ટોક સ્પેસિફિક હેવી સેલિંગ પ્રેશર નોંધાવ્યું હતું. ટેકનિકલી નિફ્ટી માટે 20 દિવસીય એવરેજ હવે 21320 પોઇન્ટની ગણાશે અને તે જ મહત્વનો સપોર્ટ લેવલ પણ જણાય છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ આંકડાકીય અડચણ ક્રોસ કરવી જરૂરી બનશે. આરએસઆઇ અવરલી ચાર્ટ ઉપર ઓવરસોલ્ડનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ મિક્સ એક્શન યુક્ત રહેવાની સંભાવના હોવાનું રિલાયન્સ સિક્યુરિટિઝનો ટેક્નિકલ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2620નું બેરિયર ઇન્ટ્રા-ડે ક્રોસ કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બિઝનેસ ગુજરાતે ગઇકાલે જે રીતે એનાલિસિસ આપ્યું હતું તે મુજબ 2620નું મહત્વની રેઝિસ્ટન્સ ઇન્ટ્રા-ડે ક્રોસ થવા સાથે 2634 સુધી ભાવ નોંધાયો હતો. પરંતુ પાછળથી પ્રોફીટ બુકિંગના કારણે 2600નું લેવલ પણ જળવાયું નથી. તે જોતાં જ્યાં સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2620ની સપાટી ઉપર સળંગ 3 દિવસ બંધ આપે નહિં ત્યાં સુધી મોટી તેજી માટે વેઇટ એન્ડ વોચ. અન્ય ધ્યાનમાં રાખવા જેવાં કાઉન્ટર્સમાં એસબીએફસી, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસબીઆઇ, ગ્લેનમાર્ક, એસજેવીએન, આરવીએનએલ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, એફ્ફલ

સેક્ટર્સ ટૂ વોચઃ એનબીએફસી, ફર્ટિલાઇઝર્સ, પાવર, એનર્જી

બેન્ક નિફ્ટીઃ શાર્પ સ્વીંગ્સ સાથે બેન્ક નિફ્ટીએ 400 પોઇન્ટની રેન્જમાં ટ્રેડિંગ નોંધાવવા સાથે ઉપરમાં 48100 પોઇન્ટનું ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કરવું જરૂરી રહેશે. 20 દિવસીય એવરેજ આસપાસ અને 47500નું લેવલ ક્રોસ કરવામાં નેગેટિવ ટ્રેન્ડનું નડતર હટે નહિં ત્યાં સુધી સ્ટોપલોસ કે સાથ ચલો.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)