શું તમને ક્યારેય પણ નાણાંકીય તંગીમાં તમારા શેર્સ વેચી દેવાનો વિચાર આવ્યો છે? જો તમારી હા હોય તો તમે એકલા નથી. જીવનમાં આવતી અનિશ્ચિતતાઓ અણધારી રીતે જોબ ગુમાવવામાં અથવા તબીબી કટોકટીના ફાટી નીકળવાના પ્રારંભમાં પરિણમી શકે છે, જ્યાં લોકો પાસે તેમના રોકાણોને વેચી દેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. આમ છતાં, ખાસ કરીને શેર્સ સામે લોન્સ જેવા સાધનો હોય ત્યારે ટૂંકા ગાળાની નાણાંકીય તંગી સામે લાંબા ગાળાના રોકાણોનું વેચાણ કરવું તે ક્યારે પણ શાણપણભર્યો નિર્ણય હોતો નથી.

શેર્સ સામે લોન એ નવુ નાણાંકીય સાધન છે જે બેન્કો અને એનબીએફસી દ્વારા ઓફર કરવામાં આવે છે, જે મૂડી બજારના રોકાણકારે તેમના શેર્સ સામે નાણા ઉભા કરવામાં મદદ કરે છે. આ ખ્યાલ ફિક્સ્ડ ડિપોઝીટ સામે લોન જેટલો સમાન છે, જે ફક્ત બેન્કો જ મર્યાદિત રીતે ઓફર કરે છે. લોન મેળવવા માટે ફિક્સ્ડ ડિપોઝીટ અથવા મિલકતને ગીરવે મુકવી તે જ રીતે તમે લોન મેળવવા માટે તમે શેર્સ પણ ગીરવે મુકી શકો છો. ભારતમાં જામીનગીરી સામે લોન મેળવવી તે પ્રથામાં માર્ચ 2023 સુધીમાં 8% જેટલો નોંધપાત્ર વધારો થયો હતો. ભારતમાં 123.50 મિલીયન જેટલા ડીમેટ એકાઉન્ટ્સ છે, જેનો અર્થ એ કે ટૂંકા ગાળાની લોન મેળવવા માટે પોતાના શેર્સનો લાભ ઉઠાવી શકાય તેવા લોકોની ટકાવારીમાં વધારો થઇ રહ્યો છે. રોકાણકારો આ સાધનનો ઉપયોગ કરીને કેવી રીતે વૃદ્ધિ કરી શકે છે?  આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આરતી એક નાના બિઝનેસની માલિક છે, જે શહેરમાં જાણીતી બેકરી બ્રાન્ડ ચલાવે છે. તેના વધતા ગ્રાહક આધાર અને માંગ સાથે, તે ધમાલીયા પડોશમાં અન્ય આઉટલેટ ખોલીને તેના વ્યવસાયને વિસ્તારવાની તકને ઓળખી કાઢે છે. સમસ્યા એ છે કે તેણીએ તેની મોટાભાગની સંપત્તિ શેરોમાં રોકાણ કરી છે, જે શેરનો પ્રભાવશાળી પોર્ટફોલિયો છે. તેણી મૂંઝવણમાં છે કે શું તેણીના રોકાણને વેચી દેવુ કે અન્ય સ્ટોર ખોલવા માટે થોડો વધુ સમય રાહ જોવી. આરતી જ્યારે તેના શેરના મૂલ્યના નોંધપાત્ર હિસ્સા સામે લોન મેળવવાના વિકલ્પની શોધ કરે છે ત્યારે તેને વચ્ચેનો માર્ગ મળે છે. તે તેના માટે લાભા લાભની સ્થિતિ હતી કારણ કે તેણીએ તેના વિસ્તરણનું સ્વપ્ન ત્યજવું પડ્યું ન હતું, જેણે તેણીનું રોકાણ જાળવી રાખ્યું હતું, અને તે જ સમયે, વ્યવસાયના વિસ્તરણ સાથે નાણાકીય રીતે વિકાસ કરવામાં સફળ રહી હતી. શેર્સ સામેની લોન સાથે, આરતીની જેમ, રોકાણકારો – લોનના ઝડપી ડીસ્બર્સલ અને રોકાણોની માલિકી જાળવવાથી ત્વરિત પ્રવાહિતા એમ બેવડા લાભ મેળવે છે.

શેર સામે લોનના અન્ય ફાયદા

શેરો સામે લોન મેળવવી એ એક સરળ પ્રક્રિયા છે, કારણ કે તમારે લોન માટે પાત્ર બનવા માટે આવકના પુરાવા અથવા ક્રેડિટ સ્કોર પર આધાર રાખવો પડતો નથી. વ્યાજ દરથી લઈને કાર્યકાળ સુધીની દરેક વસ્તુ શેરોની સૂચિ અને તેના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. તે લોનની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવે છે, જેમાં લોનની રકમ બેથી ત્રણ દિવસમાં જમા થાય છે. કટોકટીના કિસ્સામાં તે એક અનુકૂળ વિકલ્પ છે.

શેર સામે લોનનો બીજો ફાયદો એ છે કે તે સુરક્ષિત લોન છે, જેનો અર્થ છે અસુરક્ષિત લોન કરતાં ઓછો વ્યાજ દર. તમારી સ્ટોક લિસ્ટના આધારે, તમે 10.5% જેટલા ઓછા વ્યાજ દરો મેળવી શકો છો. જો કે, કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન મેળવતા પહેલા વ્યાજ દરોની તુલના કરવી હંમેશા વધુ સારી છે.

લોન મેળવતી વખતે, વ્યક્તિઓ ચુકવણી મોડ વિશે ચિંતા કરે છે. શેર સામે લોનમાં, તમારી પાસે – ઓવરડ્રાફ્ટ અને માંગ એમ બે વિકલ્પો છે. ઓવરડ્રાફ્ટ સુવિધામાં, રોકાણકારોએ ગીરવે મૂકેલા શેર સામે ધિરાણકર્તા દ્વારા નિર્ધારિત મર્યાદામાં ઉધાર લે છે. વ્યાજ ઉધાર લીધેલી રકમ અને મુદત પર આધાર રાખે છે, પરંતુ મર્યાદા સમયાંતરે શેરના વર્તમાન મૂલ્યની સામે સુધારવામાં આવે છે. તેનો અર્થ એ છે કે સ્ટોક મૂલ્યમાં વધારો થવાથી લોનની મર્યાદામાં પણ વધારો થશે. આ હેઠળ, ઉધાર લેનારાઓ માસિક માત્ર વ્યાજની રકમ ચૂકવી શકે છે, અને મુદ્દલની રકમ સમયગાળાના અંતે ચૂકવી શકાય છે. ડિમાન્ડ રિપેમેન્ટ વિકલ્પ સાથે, લેનારાને એક જ વારમાં આખી રકમ મળે છે અને કુલ ચુકવણી એ ઇએમઆઇમાં વિભાજિત મુદ્દલ અને વ્યાજનો સરવાળો છે.

જ્યારે તમે વ્યાજ દરમાં બચત કરો છો અને સાનુકૂળ પુન:ચુકવણી વિકલ્પોનો લાભ મેળવો છો, ત્યારે શેરો સામેની લોનનો અર્થ એ પણ છે કે તમે તમારા રોકાણોમાંથી ડિવિડન્ડ મેળવવાનું ચાલુ રાખશો. જ્યાં સુધી તમે તમારી ચુકવણીમાં નાદાર થવાનું શરૂ ન કરો ત્યાં સુધી આ આવક પર ધિરાણકર્તાને કોઈ અધિકાર નથી.

લોન લેવા માટે ક્યા શેર્સ પાત્રતા ધરાવે છે?

જામીનગીરી સામેની લોન વ્યક્તિઓને તેમના સ્ટોકને લોન માટે કોલેટરલ તરીકે ગીરવે રાખવાની મંજૂરી આપે છે, પરંતુ દરેક સ્ટોક કોલેટરલ થવાને પાત્ર નથી. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, તમે માત્ર એ જ અસ્કયામતોને ગીરવે મૂકી શકો છો જે ગ્રુપ 1 કેટેગરીમાં આવે છે, જેમાં એવા સ્ટોક્સનો સમાવેશ થાય છે કે જેનો છેલ્લા છ મહિનામાં વારંવાર (ઓછામાં ઓછા 80% દિવસ) વેપાર થયો હોય અને જેની કિંમત પર ટ્રેડ્ઝની ઓછી અસર થઇ હોય. તેમની તરલતા અને વૈવિધ્યતાને કારણે તેઓ વિશ્વસનીય અને સલામત છે તેની ખાતરી કરવા માટે સ્ટોકના ચોક્કસ સમૂહને કોલેટરલ તરીકે ઓળખવામાં આવ્યા છે. તે બજારની સ્થિરતા અને ઓછી ઉથલપાથલની ખાતરી કરે છે.

વધુમાં, જો તમને રૂ. 5 લાખથી વધુની લોનની જરૂર હોય, તો લોન માટે કોલેટરલ તરીકે ગ્રુપ 1ના સ્ટોકનો જ ઉપયોગ કરી શકાય છે. ઇલેક્ટ્રોનિક રીતે રાખવામાં આવેલી ડીમેટ જામીનગીરીઓ દ્વારા 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.

(લેખકઃ સર્વજીત સિંઘ વિર્ક,
સહ-સ્થાપક અને એમડી, ફિનવેશિયા)

અંતિમ ટિપ્પણી

શેરો સામેની લોન એ જરૂરિયાતના સમયે લાભ લેવા માટેનું અસાધારણ નાણાકીય સાધન છે. જો કે, તમારે તમારા શેરને કોલેટરલ તરીકે મૂકતા પહેલા યોગ્ય ખાતરી કરવી આવશ્યક છે. હંમેશા વિશ્વસનીય પ્લેટફોર્મ પસંદ કરો અને ખાતરી કરો કે તે તમને લાંબા ગાળે લાભ આપે છે. જ્યાં સુધી સ્ટોક રોકાણને લાગે વળગે છે, ત્યાં સુધી તે તમારી ભાવિ યોજનાઓ માટે છે અને જ્યારે યોગ્ય સમય હોય ત્યારે જ તેનો નિકાલ કરવો જોઈએ. જ્યારે પૈસાની જરૂર હોય, ત્યારે તમારા મૂલ્યવાન શેરને ઓછી રકમમાં રિડીમ કરવાને બદલે લોન લેવી શ્રેષ્ઠ છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)