અમદાવાદ, 4 માર્ચઃ નિફ્ટી-50 ડેઇલી ચાર્ટ ઉપર ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલમાં બંધ રહ્યો છે અને એવી ધારણા રાખી શકાય કે માર્કેટમાં 22000 પોઇન્ટ સુધીનું એકાદ કરેક્શન આવી શકે છે. જેને કોન્સોલિડેશન પણ કહી શકીએ. ઉપરમાં નિફ્ટી માટે હવે 22550 પોઇન્ટનું લેવલ મહત્વનું રેઝિસ્ટન્સ ગણાવી શકાય. જે ક્રોસ થતાં 22800 સુધીની તેજીની ચાલ જોવા મળી શકે. આગામી થોડા સપ્તાહ હજી સંગીન સુધારાની વોલેટિલિટીમાં માર્કેટ લપેટાયેલું રહી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22357- 22336 પોઇન્ટ, રેઝિસ્ટન્સ 22410- 22441 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ એયુ બેન્ક, યુપીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, અમી ઓર્ગેનિક્સ, ઓએનજીસી, પાવરગ્રીડ, એસજેવીએન, હિન્દ ઓઇલ

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, રિયાલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ, ઓઇલ અપસ્ટ્રીમ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47212- 47126, રેઝિસ્ટન્સ 47409- 47520

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)