અમદાવાદ, 23 જુલાઇઃ બજેટ પૂર્વે નિફ્ટીએ 24380ના સપોર્ટ લેવલથી બાઉન્સ બતાવ્યા બાદ છેલ્લે ફ્લેટ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ મંગળવારની ઇવેન્ટની રાહ જોવાનું મુનાસિબ સમજી રહ્યું છે. નિફ્ટી માટે 24380 પોઇન્ટની સપાટી આજના દિવસ માટે મહત્વની રહેશે. તે તૂટે તો નીચે અને જળવાઇ રહે તો 24650 ક્રોસ થવા માટેના પ્રબળ સંજોગોને ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિલ નિષ્ણાતો તરફથી મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722 લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ છે.

સેન્સેક્સ અને નિફ્ટી 50 કેન્દ્રીય બજેટ પહેલા 23 જુલાઈના રોજ સકારાત્મક નોંધ પર ખુલે તેવી શક્યતા છે, કારણકે ગિફ્ટી નિફ્ટી સવારે 24,551.5ની નજીક રમી રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ 79.43 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 80,525.22 પર અને નિફ્ટી 21.60 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 24,509.30 પર હતો.

નિફ્ટીઃ સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51961- 51642, રેઝિસ્ટન્સ 24616- 24722

સ્ટોક્સ ટૂ વોચઃHDFCBANK, RVNL, HAL, ZYDUSLIFE, MAZDOCK, IREDA, ICICIBANK, KOTAKBANK, IRFC, COCHINSHIP, SBIN, RELIANCE, POWERMECH, GEPIL, RAILTEL, HUDCO

સેક્ટર્સ ટૂ વોચઃ રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, પાવર, ગ્રીન એનર્જિ, પીએસયુ, ફાઇનાન્સિયલ, બેન્કિંગ, આઇટી, ટેકનોલોજી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)