MCX WEEKLY REVIEW: ક્રૂડ તેલ વાયદામાં રૂ.224નો ઉછાળો
મુંબઈ, 28 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19થી 26 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન રૂ.32,122.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.78,085.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23069.24 કરોડનો હતો, જ્યારે બુલડેક્સ વાયદામાં રૂ.80.31 કરોડનાં કામકાજ થયાં હતાં.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,876ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,259 અને નીચામાં રૂ.61,752 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.195 વધી રૂ.61,964ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.118 વધી રૂ.50,195 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.6,152ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.245 વધી રૂ.62,036ના સ્તરે પહોંચ્યો હતો.
સોનામાં રૂ.195 અને ચાંદીમાં રૂ.158ની વૃદ્ધિ
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,461ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,225 અને નીચામાં રૂ.70,351 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.158 વધી રૂ.71,773 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.122 વધી રૂ.71,842 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.131 વધી રૂ.71,861 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક સુધારો, મેન્થા તેલ નરમ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.714.45ના ભાવે ખૂલી, રૂ.13.35 વધી રૂ.726.70 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.200.05 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.8.25 વધી રૂ.228ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.75 વધી રૂ.200.90 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી રૂ.182.35 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.7.75 વધી રૂ.227.30 બંધ થયો હતો. સ્ટીલ રિબાર ફેબ્રુઆરી 1 મે.ટન દીઠ રૂ.150 વધી રૂ.45,780 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં 80 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,162ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,391 અને નીચામાં રૂ.6,084 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.224 વધી રૂ.6,381 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.220 વધી રૂ.6,377 બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.224ના ભાવે ખૂલી, રૂ.11.80 ઘટી રૂ.213.70 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 12 ઘટી 213.7 બંધ થયો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.1,020 વધ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,280ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,500 અને નીચામાં રૂ.55,200 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,020 વધી રૂ.56,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 ઘટી રૂ.914.20 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.78,085 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,86,964 કરોડનું ટર્નઓવર
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 16,061 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,159 અને નીચામાં 16,001 બોલાઈ, 158 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ વધી 16,063 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)